પ્રોગ્રામ નાણાકીય વર્ષ 2025-26માં ભારતના 293 શહેરો અને 909 કોલેજમાં 72,624 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો
મુંબઈ, ઓગસ્ટ 04, 2026-કોટક સીક્યોરિટીઝ લિમિટેડ (ઊંજક)એ પોતાની ફ્લેગશિપ કે મુખ્ય કોર્પોરેટ સોશિઅલ રિસ્પોન્સિબિલિટી (ઈજછ) પહેલ કોના કોના શિક્ષા મારફતે જુલાઈ, 2021માં એની શરૂઆત થયા પછી અત્યાર સુધી આશરે 3.6 લાખ યુવાનોને નાણાકીય જાણકારી સાથે સક્ષમ બનાવ્યા છે. નાણાકીય વર્ષ 2025-26માં જ આ પ્રોગ્રામ દેશભરના 72,624 વિદ્યાર્થીઓ સુધી પહોંચ્યો છે, જે ભારતની યુવા પેઢીને નાણાકીય જાણકારીથી સક્ષમ બનાવવા એની કામગીરી અને પ્રસ્તુતતા વધારવા ભાર મૂકે છે.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સીક્યોરિટીઝ માર્કેટ્સ (ગઈંજખ) સાથે ભાગીદારીમાં અમલ થયો આ પ્રોગ્રામ વર્ષ દરમિયાન 293 શહેરો અને 909 કોલેજોમાં યોજાયો હતો. પ્રોગ્રામ 10 કલાકનું એક વ્યવસ્થિત લર્નિંગ મોડ્યૂલ આપે છે, જેમાં પર્સનલ ફાઇનાન્સ, રોકાણના મૂળભૂત સિદ્ધાંતો, સીક્યોરિટીઝ માર્કેટ અને નાણાકીય આયોજન શામેલ છે. પ્રોગ્રામને અંતે એક ઑનલાઇન મૂલ્યાંકન હાથ ધરવામાં આવે છે અને ગઈંજખ સર્ટિફિકેટ આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓને વ્યવહારિક, ઉદ્યોગ માટે પ્રસ્તુત નાણાકીય કુશળતા સાથે સજ્જ કરે છે. કોટક સીક્યોરિટીઝના ખઉ અને ઈઊઘ શ્રીપાલ શાહે કહ્યું હતું, કોટક સીક્યોરિટીઝમાં લોકો સમજીવિચારીને નાણાકીય નિર્ણયો લે એ માટે મદદ કરવી અમારી કામગીરીનો મુખ્ય ભાગ છે. ઝડપથી બદલાતી નાણાકીય પૃષ્ઠભૂમિમાં નાણાકીય જાણકારી નાની વયથી મળવી જોઈએ.
