રાજુલાના જાયન્ટસ પરિવાર દ્વારા ફિલ્મ સંગીત અને હોદ્દેદારોની વરણીનો કાર્યક્રમ યોજાયો

પથ્થરના શહેર રાજુલા ખાતે કાર્યરત જાયન્ટસ પરીવાર દ્વારા તા. 2/8/26 ના રોજ વૃન્દાવન ગાર્ડન હોટલના બેન્ક્વેટ હોલ ખાતે “બરખા બહાર” શિર્ષક હેઠળ ફિલ્મ સંગીત અને જાયન્ટસ પરિવારનો પ્રવૃત્તિ અહેવાલ અને નવા હોદ્દેદારો ની વરણી નો કાર્યક્રમ ’બરખા બહાર’ ના પ્રોજેક્ટ ચેરમેન બિપીનભાઈ લહેરી ની અધ્યતા મા યોજાયો હતો.
જાયન્ટસ પરિવાર રાજુલાના આ કાર્યક્રમ મા સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય મહેમાનો દ્વારા તેમજ સમૂહ પ્રાર્થના દ્વારા થયો હતો.મહેમાનો ને આવકાર તથા પૂર્વ ભૂમિકા વિજયભાઈ મહેતાએ કરી હતી. જાયન્ટસ નો પ્રવૃત્તિ અહેવાલ તેમજ નવા હોદ્દેદારો ની વરણીની જાહેરાત ભુપતભાઈ જોષીએ કરી હતી જેમા પ્રમુખ તરીકે શશિભાઈ રાજ્યગુરુ કવિ ’હેમાળવી’, ઉપ પ્રમુખ તરીકે ઉમેશભાઈ વાળા, મહામંત્રી તરીકે પ્રવિણભાઈ જાની, સહ મંત્રી તરીકે મહેશભાઈ વ્યાસની નિમણૂક ની દરખાસ્ત થઈ હતી. જેને હાજર જાયન્ટસ પરિવાર સદસ્યો એ સહમતી દર્શાવતા સર્વાનુમતે વરણી કરવામા આવી હતી.
નવાવરાયેલા પ્રમુખ શશિભાઈ રાજ્યગુરુએ આગામી સમયમા રાજુલા શહેર તથા આસપાસ ના વિસ્તારોમા સમાજ ઉપયોગી કાર્યક્રમો જાયન્ટસ પરીવાર ના સદસ્યો ને સાથે રાખી ને કરવાની નેમ રાખી હતી.
“બરખા બહાર” ના હિન્દી ફિલ્મ ગીતો મઢ્યા આ કાર્યક્રમ મા રાજુલા ના જાણીતા ફિલ્મ ગાયકો વલ્લભભાઈ ડાભી એ મુકેશ ના વોઈસ મા, મીલનભાઈ જાખરા એ મહંમદ રફીના વોઈસ મા,શશિભાઈ રાજ્યગુરુએ કિશોર કુમાર, ભાવિકભાઈ સંઘવી એ સદા બહાર હિન્દી ફિલ્મો ના ગીતો રજુ કર્યા હતા ને હાજર શ્રોતાઓ જુમી ઉઠ્યા હતા. સંચાલન વિજયભાઈ મહેતાએ કર્યુ હતું.

રિલેટેડ ન્યૂઝ