પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોંડલમાં સ્વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થશે

આયોજન અંગે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં ગોંડલમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની જિલ્લાકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે. આ રાષ્ટ્રીય પર્વની દેશભક્તિસભર ઉજવણીના આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ બેઠકમાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગે જરૂરી તમામ બાબતોની ઝીણવટપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આ વખતે પોલીસના અશ્વદળને પણ સામેલ કરવા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પ્રોબેશનરી આઈ.એ.એસ. સુશ્રી ટીના કલ્યાણ, નિવાસી અધિક કલેક્ટર જે.એચ.બારોટ, ગોંડલ પ્રાંત અધિકારી (ઈ) રાહુલ ખાંભરા સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ