ઓરિએન્ટ કેબલ્સ (ઇન્ડિયા) લિમિટેડ (કંપની)નો ઈંઙઘ(ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ)ના સંબંધમાં એની બિડ/ઓફર 25 સપ્ટેમ્બર, 2029ને શુક્રવારે ખુલશે અને 29 સપ્ટેમ્બર, 2026ને મંગળવારે બંધ થશે.
એન્કર રોકાણકાર બિડ/ઓફરનો ગાળો 24 સપ્ટેમ્બર, 2026ને ગુરુવાર રહેશે.પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ ₹258થી ₹272 નક્કી થઈ છે, જેમાં દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹1 છે (ઇક્વિટી શેર).
ઓફરમાં કંપનીના ₹ 3,200.00 મિલિયનના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹1 છે) અને હાલના શેરધારકો (પ્રમોટર વિક્રેતા શેરધારકો)દ્વારા ₹ 2,320.00મિલિયન સુધીના શેરના વેચાણની ઓફર (ઓફર્ડ શેર) સામેલ છે. ઓફરની કુલ સાઇઝ ₹ 5,520.00 મિલિયન સુધીની છે.
ઓફર થયેલા શેરમાં ₹1ની ફેસ વેલ્યુ ધરાવતા ₹ 2,320.00 મિલિયન સુધીના ઇક્વિટી શેર સામેલ છે, જેમાં વિપુલ નાગપાલ દ્વારા ₹ 672.00 મિલિયનના શેર, ગરિમા નાગપાલ દ્વારા ₹ 157.00 મિલિયન સુધીના શેર, વિપુલ ફેમિલી ટ્રસ્ટ દ્વારા ₹ 520.00 મિલિયન સુધીના શેર અને ગરિમા ફેમિલી ટ્રસ્ટ દ્વારા ₹ 971.00 મિલિયન સુધીના શેર સામેલ છે (પ્રમોટર વિક્રેતા શેરધારકો).
