ભારતનો ડેટા સેન્ટર બૂમ રોજગારી, રોકાણ અને સ્વચ્છ ઊર્જાના સંક્રમણને વેગ આપી શકે છે: પોલિસી કન્સિલિએશન
પોલિસી કન્સિલિએશન સેન્ટર દ્વારા યોજાયેલા તાજેતરના એક વેબિનારમાં નીતિ ઘડવૈયાઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને સ્થાનિક સમુદાયના અવાજો એકમંચ પર આવ્યા હતા. તેઓએ રેખાંકિત કર્યું હતું કે ભારતનો ઝડપથી વિસ્તરી રહેલો ડેટા સેન્ટર ઇકોસિસ્ટમ આર્થિક વૃદ્ધિ વધારવામાં, નવી રોજગારી ઊભી કરવામાં અને સ્વચ્છ ઊર્જા તરફ આગળ વધવામાં મદદરૂપ થઈ રહ્યો છે. આ જ સમયે, આ સુવિધાઓ નજીક રહેતા સ્થાનિક રહેવાસીઓએ પાણીના અવિરત પુરવઠા અને સ્વસ્થ જીવનશૈલી સંબંધિત તેમના હકારાત્મક અનુભવો શેર કર્યા હતા. નિષ્ણાતોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડેટા-સેન્ટર ઇકોસિસ્ટમને માત્ર ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે નહીં, પરંતુ ભારતની વ્યાપક આર્થિક અને ટકાઉ વિકાસની સફરના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે જોવું જોઈએ.
આગામી થોડા વર્ષોમાં ભારતની ડેટા-સેન્ટર ક્ષમતામાં નોંધપાત્ર વિસ્તાર થવાનો અંદાજ છે. ઉદ્યોગના અંદાજો અનુસાર 2030 સુધીમાં આ ક્ષમતા 6 થી 6.5 ગીગાવોટ (ૠઠ) સુધી પહોંચી શકે છે, જેમાં ભારે મૂડીરોકાણ અને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા ટેલેન્ટની માગ વધશે. અન્ય તાજેતરના અંદાજ મુજબ 2030 સુધીમાં ભારતની ડેવલપમેન્ટ પાઈપલાઈન 3,860 મેગાવોટ (ખઠ) પહોંચશે, જેના માટે લગભગ 29.9 બિલિયન ડોલરના વિકાસ ભંડોળની જરૂર પડશે.
