‘રામાયણ’માંથી કૈકેયી અને મંથરાનો ફર્સ્ટ લુક આઉટ: લારા દત્તા અને શીબા ચઢ્ઢાના દમદાર લુકે વધારી ફેન્સની ઉત્સુકતા

નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. હાલમાં જ રાજા દશરથના રોલમાં અરુણ ગોવિલનો લુક સામે આવ્યા બાદ, હવે મેકર્સે કૈકેયી અને મંથરાના પાત્રો પરથી પરદો ઉંચક્યો છે. આ ફિલ્મમાં લારા દત્તા ‘કૈકેયી’ અને શીબા ચઢ્ઢા ‘મંથરા’ના રોલમાં જોવા મળશે.
શાહી કૈકેયી અને ચતુર મંથરામેકર્સ દ્વારા જાહેર કરાયેલા પોસ્ટરમાં લારા દત્તા પરંપરાગત પોશાક અને દાગીના સાથે ખૂબ જ પ્રભાવશાળી અને શાહી અંદાજમાં દેખાઈ રહી છે. તો બીજી તરફ, શીબા ચઢ્ઢા કૂંડી (વાંકી) કમર, હાથમાં લાકડી અને ચહેરા પર રહસ્યમય હાવભાવ સાથે મંથરાના રોલમાં એકદમ બંધબેસતી લાગે છે. સોશિયલ મીડિયા પર ફેન્સ બંને અભિનેત્રીઓના લુકના ભારે વખાણ કરી રહ્યા છે.
દિવાળી 2026માં રિલીઝ થશે પહેલો ભાગબે ભાગમાં બની રહેલી આ બિગ બજેટ ફિલ્મમાં રણબીર કપૂર (ભગવાન રામ), સાઈ પલ્લવી (સીતા), યશ (રાવણ) અને સની દેઓલ (હનુમાન) જેવા દિગ્ગજ કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. નમિત મલ્હોત્રા દ્વારા નિર્મિત આ ફિલ્મનો પહેલો ભાગ દિવાળી 2026 અને બીજો ભાગ દિવાળી 2027માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.

રિલેટેડ ન્યૂઝ