બોલિવૂડનાં દિગ્ગજ અને બહુમુખી પ્રતિભા ધરાવતાં અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે ગોવા ખાતે અવસાન થયું છે. આજે વહેલી સવારે ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાનાં ઘરે તેઓ અચાનક બેભાન થઈને ઢળી પડ્યાં હતાં. પરિવારજનો દ્વારા તાત્કાલિક તબીબી મદદ માંગવામાં આવી હતી અને તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં, પરંતુ તબીબો તેમને બચાવી શક્યા નહોતાં. તેમનાં નિધનના સમાચાર સામે આવતાં જ સમગ્ર સિનેમા જગત અને દેશભરમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
હોસ્પિટલ તબીબોના જણાવ્યાં અનુસાર, આજે વહેલી સવારે આશરે 4 વાગ્યે તેમનાં ઘરેથી ઈમરજન્સીનો કોલ આવ્યો હતો. ત્યારબાદ તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમને તેમનાં નિવાસસ્થાને રવાનાં કરવામાં આવી હતી. તબીબોએ ઘર પર જ તેમને ભાનમાં લાવવા માટે સતત 45 મિનિટ સુધી કાર્ડિયક મસાજ અને સીપીઆર આપવાનાં ઘણાં પ્રયાસો કર્યા હતાં, પરંતુ તેમનાં શરીરે કોઈ પ્રતિસાદ આપ્યો ન હતો. ત્યારબાદ તેમને મણિપાલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં, જ્યાં સવારે 5:20 વાગ્યે તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં.
પ્રાથમિક તબીબી તપાસમાં નાના પાટેકરનું મૃત્યુ તીવ્ર કાર્ડિયક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
