સુરતથી વંદૃે ભારતમાં સાડા ત્રણ કલાકમાં અમદૃાવાદ પહોંચાડ્યુ
ભારતીય રેલવેએ તબીબી ક્ષેત્રે એક ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી છે. પ્રથમ વખત સુરતથી અમદૃાવાદૃ દૃોડતી ‘વંદૃે ભારત એક્સપ્રેસ ટ્રેન મારફતે જીવિત દૃયનું સફળતાપૂર્વક પરિવહન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આવા મહત્વના અંગોના પરિવહન માટે મુખ્યત્વે એર એમ્બ્યુલન્સ અથવા હવાઈ માર્ગનો ઉપયોગ થતો હતો, પરંતુ હવે રેલવે દ્વારા પણ આ પ્રકારની જટિલ અને સમયબદ્ધ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતથી જીવિત દૃયને વિશેષ મેડિકલ ટીમની દૃેખરેખ હેઠળ વંદૃે ભારત ટ્રેનમાં અમદૃાવાદૃ લાવવામાં આવ્યું હતું. દૃયને નિર્ધારિત સમયમર્યાદૃામાં સુરક્ષિત રીતે પહોંચાડવા માટે રેલવે તંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેનને જરૂરી પ્રાથમિકતા આપવામાં આવી હતી જેથી મુસાફરી દૃરમિયાન કોઈ વિલંબ ન થાય.અમદૃાવાદૃ રેલવે સ્ટેશને ટ્રેન પહોંચતાની સાથે જ શહેર ટ્રાફિક પોલીસે તાત્કાલિક ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો. કાલુપુર રેલવે સ્ટેશનથી યુ. એન. મહેતા હોસ્પિટલ સુધીનો સમગ્ર માર્ગ ટ્રાફિકમુક્ત રાખીને એમ્બ્યુલન્સને ઝડપથી હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. રેલવે, પોલીસ અને આરોગ્ય વિભાગ વચ્ચેના સુમેળને કારણે આ સમગ્ર કામગીરી રેકોર્ડ સમયમાં પૂર્ણ થઈ હતી.યુ. એન. મહેતા હોસ્પિટલમાં દૃય પહોંચતા જ નિષ્ણાત તબીબોની ટીમે દૃર્દૃીમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયા શરૂ કરી હતી. સર્જરી દૃરમિયાન તમામ જરૂરી તબીબી પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે. આ સમગ્ર કામગીરીમાં રેલવે, પોલીસ અને મેડિકલ ટીમે દૃર્શાવેલો સંકલન અને સમયબદ્ધ આયોજન દૃેશભરમાં પ્રશંસાનો વિષય બન્યો છે.
