ઈ-20ના સંભવિત આંદોલનથી લઈ ઙઘઊંની સ્થિતિ પર અમિત શાહની શ્રેણીબદ્ધ બેઠકો

નવી દિલ્હી: સંસદમાં ચાલી રહેલા ધમાસાણ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે સંસદભવનની તેમની ઓફિસમાં એક બાદ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં દેશમાં આંતરિક સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ખાસ કરીને એક તરફ ફરી જંતરમંતર પર ઈ-20 પેટ્રોલ મુદે આંદોલન શરુ થઈ રહ્યું છે અને સંસદ કૂચનુ એલાન છે. ઈ-20 જનતા પાર્ટીની રચના થઈ છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે પણ આ આંદોલનમાં ઝુકાવ્યુ છે તેથી જંતર મંતર ફરી હોટ બની શકે છે તો બીજી બાજુ પાક કબ્જાના કાશ્મીરમાં જે રીતે આંતરિક બળવાખોર છે તેમાં ભારતના કાશ્મીરમાં અસર પડી શકે છે.
શાહે ગૃહ સચીવ ગોવિંદ મોહન તથા ડિરેકટર ઓફ આઈબી મહેશ દિક્ષિતની સાથે અર્ધલશ્કરી દળોના વડાઓ સાથે હાલની કાયદો વ્યવસ્થાની સ્થિતિ, દિલ્હીના જંતર મંતર દેખાવો તથા ઈ-20ના નામે જે આંદોલન છેડાઈ રહ્યું છે તે સંદર્ભમાં જમ્મુ-કાશ્મીરથી ઉતરપ્રદેશના ક્ષેત્રોમાં સરહદી સલામતી અને એકંદરે સલામતી વાતાવરણ અંગે વ્યાપક ચર્ચા બાદ અનેક નિર્દેશો આપ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ