ઉના હોસ્પિટલમાં નાઠેજ ગામના યુવાને ઝેરી દવા ગટગટાવી લીધી

પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર હાલતમાં વેરાવળ ખસેડાયો : સરકારી હોસ્પિટલ ખાતે બે નંબરની બારી પાસે ટેબલ પર બેસીને દવાની સીસી કાઢી ઝેર મોંઢામા રેડ્યું,બાટલી દર્દી ઓ વચ્ચે ફેકી દીધી

ઉના સરકારી હોસ્પિટલમાં બપોરના સમયે નાઠેજ ગામના 35 વર્ષીય નારણભાઈ ચનાભાઈ મારુ નામના યુવાને ઝેરી દવા પી લીધી હતી. આ ઘટના ડોક્ટરની ચેમ્બર બહાર દર્દીઓ સાથે બેઠા હતા ત્યારે બની હતી. દવા પીધા બાદ યુવાન ઢળી પડતા હોસ્પિટલમાંદોડધામ મચી ગઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, નારણભાઈએ હોસ્પિટલમાં કેસ પણ કઢાવ્યો ન હતો. તેઓ અચાનક પોતાની પાસે રહેલી ઝેરી દવા પી ગયા હતા. આ જોઈને હાજર લોકોએ બૂમાબૂમ કરતા હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને યુવાનને પ્રાથમિક સારવાર આપી હતી.જોકે, નારણભાઈની હાલતગંભીર જણાતા તેમને વધુ સારવાર માટે તાત્કાલિક વેરાવળ ખસેડવામાં આવ્યા હતા. તેમના પરિવારજનોને પણ આ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી.
યુવાને ઝેરી દવા પીવાનું કારણ હજુ સુધી જાણી શકાયું
નથી. આ અંગે હોસ્પિટલના અધિક્ષક ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે, યુવાન નશાની હાલતમાં હોસ્પિટલ આવ્યો હતો અને તેની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે મોકલી દેવાયો છે.
બપોર ના 11/20 ના સમયે હોસ્પિટલમાં ભારે દર્દી ઓ ની ભીડ હોય દર્દીઓ કેસ બારી પાસે બેઠા હતા આ દરમિયાન યુવક બાંકડા પર આવી બેસી ગયો હતો અને થોડી વાર મા પોતાના ખિસ્સામાંથી જેરી દવા ની બોટલ કાઢી મોઢે માડી ગગડાવી ગયો હતો અને બોટલ કેસ બારી પાસે બેઠેલા દર્દી વચ્ચે ફેકી હોવાના દ્રશ્યો હોસ્પિટલ ના સીસી ટીવી કેમેરા મા કેદ થયાં હતાં આ સમગ્ર ધટના બની ગયાં બાદ તાત્કાલિક સ્ટાફ ડોકટરો દોડી આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી વધું સારવાર અંગે બહાર રીફર કરી દેવાયા નું જાણવા મળ્યું હતું.

રિલેટેડ ન્યૂઝ