ધોરાજીમાં જૈન અગ્રણીઓ દ્વારા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ

ધોરાજી જૈન સમાજ અગ્રણી શરદભાઈ દામાણી, રાજુભાઈ શેઠીયા તથા રમેશભાઈ શાહ કાર્તિકેય પારેખ શ્રીમતી વિરલબેન પારેખ હિરેનભાઈ મારડિયા કમલભાઈ મોદી વિગેરેના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા બે કેન્દ્રો ઉપર છાશ વિના મૂલ્ય વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો
સ્વદેશી અને સ્વાસ્થ્યવર્ધક પીણું એટલે કે “છાશ”નું તમામ લોકો માટે વિનામૂલ્ય વિતરણ જૈન જાગૃતિ સેન્ટર ચેરીટેબલ ટ્રસ્ટની આર્થિક સહાયથી ધોરાજીમાં જૈન જાગૃતિ સેન્ટર તરફથી રાજકોટ નાગરિક સહકારી બેંક પાસે તથા જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ તરફથી શ્રીકૃષ્ણ ગૌશાળા જમનાવડ રોડ મુકામે વિનામૂલ્યે 100 લીટર ઘોરવાનું છાશ કરી અને વિતરણ કરવાનું ઉદ્ઘાટન કાર્યક્રમ ધોરાજી સ્ટેશન રોડ ઉપર શ્રી તપગત સંઘ દ્વારા રોજનું 100 લીટર છાશનું વિતરણ કરવામાં આવે છે. તથા કામદાર શેરીમાં કમલભાઈ મોદી ના નિવાસ્થાનેથી પણ જરૂરિયાત મંદ લોકો પૂરતું છાશનું વિતરણ કરવામાં આવે છે.

રિલેટેડ ન્યૂઝ