માર્ગ અને મકાન વિભાગ (પંચાયત)ની ત્વરિત કામગીરીથી વાહનવ્યવહાર ફરી સુગમ બન્યો
ઉના તાલુકા મા છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત બન્યું છે. ખાસ કરીને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઉના અને ગીરગઢડા તાલુકા ના વરસાદથી ક્ષતિગ્રસ્ત ગ્રામ્ય માર્ગોના સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ભારે વરસાદના કારણે અનેક માર્ગોના ધોવાણ તેમજ સાઇડ શોલ્ડરને નુકસાન પહોંચતા વાહનવ્યવહારમાં મુશ્કેલીઓ સર્જાઈ હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી માર્ગ અને મકાન વિભાગે તાત્કાલિક મશીનરી અને કર્મચારીઓને કામે લગાડી નુકસાનગ્રસ્ત માર્ગોનું ઝડપભેર સમારકામ પૂર્ણ કર્યું હતું.
વિભાગ દ્વારા સોંદરડી-ખત્રીવાડા રોડ, ઉમેજ-પાતાપુર રોડ તથા સનખડા-ખત્રીવાડા રોડપરધોવાણગ્રસ્તભાગો નું રીપેરીંગ તેમજ સાઇડ શોલ્ડરની મરામત કરવામાં આવી છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારનો વાહનવ્યવહાર ફરી સુગમ બન્યો છે અને સ્થાનિક લોકોને રાહત મળી છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખીને જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારો માં અવરજવર સરળ અને સલામત બની રહે.
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર કાર્યરત બન્યું છે. સતત વરસતા વરસાદના કારણે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાવા, માટી ધોવાઈ જવા અને સાઇડ શોલ્ડર તૂટી પડવાની પરિસ્થિતિ સર્જાઈ હતી. ખાસ કરીને ઉના અને ગીરગઢડા તાલુકાના કેટલાક મહત્વના ગ્રામ્ય માર્ગો પર વાહનવ્યવહાર પ્રભાવિત થતાં સ્થાનિક નાગરિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી માર્ગોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને જ્યાં જ્યાં ધોવાણ, ખાડા, કિનારાના ભાગોનું નુકસાન અથવા માટી સરકવાની સમસ્યા જોવા મળી, ત્યાં યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. વરસાદી માહોલ વચ્ચે પણ મશીનરી, ટ્રેક્ટર, જેસીબી, મજૂરદળ અને તકનીકી કર્મચારીઓને તાત્કાલિક કામે લગાડીને નુકસાનગ્રસ્ત માર્ગોને ફરી ઉપયોગી બનાવવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખીને જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી ગ્રામ્ય વિસ્તારોમાં અવરજવર સરળ અને સલામત બની રહે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વરસાદી સિઝનમાં માર્ગોની નિયમિત દેખરેખ, નુકસાનની તાત્કાલિક નોંધ અને ઝડપી રિપેરીંગ માટેની વ્યવસ્થા સતત ચાલુ રાખવામાં આવશે, જેથી જનજીવન પર ઓછામાં ઓછો અસર પડે અને ગ્રામ્ય માર્ગો હંમેશા ઉપયોગી સ્થિતિમાં રહે.
