વેરાવળની રોનક સાર્વજનિક હોસ્પિટલમાં આધારકાર્ડ સુધારણાના કેમ્પનો પ્રારંભ

એક સપ્તાહ સુધી નાગરીકોને વિવિધ સેવાઓ મળી રહેશે

વેરાવળની રોનક સાર્વજનિક હોસ્પિટલ ખાતે આધાર કાર્ડ સુધારા-વધારા માટે નિ:શુલ્ક કેમ્પનો પ્રારંભ થયો છે. અલીભાઈ સોસાયટી વિસ્તારમાં આવેલી આ હોસ્પિટલમાં આગામી એક સપ્તાહ સુધી નાગરિકોને આધાર કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થનાર છે.
આ કેમ્પનું આયોજક હાજીભાઇ રિયાઝ, રઉફ ભાઈ સખીયાણી અને અનવરભાઇ જન્નત એ જણાવેલ કે, સરકારી કામગીરી, શાળા પ્રવેશ અને જન્મ તારીખ ના દાખલા માટે આધારકાર્ડ ની વિગતો નિયમ મુજબ હોવી ફરજિયાત છે. આ કારણે લોકોને પડતી મુશ્કેલી નિવારવા અને જનહિતના હેતુથી આ કેમ્પનું આયોજન કરાયું છે. આ કેમ્પમાં આધારકાર્ડમાં નામ, સરનામું, જન્મતારીખ, મોબાઇલ નંબર અને ફોટો અપડેટ સહિતની તમામ સુધારા-વધારાની સેવાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક દસ્તાવેજો અને સરકારી યોજનાઓ માટે આધારની સચોટ માહિતી જરૂરી હોવાથી વાલીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરાઈ છે. આ કેમ્પ દરરોજ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રોનક સાર્વજનિક હોસ્પિટલ ખાતે ચાલુ રહેશે ત્યારે આ નિ:શુલ્ક સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.

રિલેટેડ ન્યૂઝ