શિક્ષણના મંદિરમાં કલંકીત ઘટના: ઉનાની ખાપટ પ્રા. શાળાના શિક્ષકે સગીર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવ્યો !?

વિદ્યાર્થી પાસેથી દારૂની બોટલ અને વધેલ રોકડ રકમ કબ્જે કરી પંચ રોજકામ તૈયાર

આચાર્યની લેખિત ફરિયાદથી શિક્ષણ જગતમાં ખળભળાટ

ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલી એક ગંભીર ઘટનાએ સમગ્ર શિક્ષણ જગતને ઝંઝોડીને રાખ્યું છે.જ્યાં બાળકોના ઘડતર, સંસ્કાર ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ થવું જોઈએ તેવા શિક્ષણના પવિત્ર મંદિરમાં જ એક શિક્ષક દ્વારા ધોરણ-7ના સગીર વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવામાં આવતો હોવાની ગંભીર ફરીયાદ સામે આવતા શિક્ષણ વિભાગ સહિત સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે. શાળાના આચાર્ય દ્વારા તાલુકા શિક્ષણાધિકારીને વિગતવાર લેખિત ફરિયાદ કરવામાં આવતા સમગ્ર મામલો હવે સત્તાવાર તપાસના તબક્કે પહોંચ્યો છે. ફરિયાદ મુજબ, શાળામાં ફરજ બજાવતા શિક્ષક હરેશગીરી ગુલાબગીરી ગૌસ્વામી સામે લાંબા સમયથી દારૂ પીવાની આદત હોવાના તેમજ કથિત રીતે નશા ની હાલતમાં શાળાએ હાજર રહી વિદ્યાર્થીઓને ભણાવવા ના આક્ષેપો થતા રહ્યા છે. આ અંગે અગાઉ પણ અનેક વખત તાલુકા શિક્ષણાધિકારી સમક્ષલેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં આખરે વધુ ગંભીર ઘટના પ્રકાશમાંઆવીહોવાનું આચાર્યે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે. આચાર્યના જણાવ્યા મુજબ ગત 20 જૂનના રોજ તેમને વિશ્વસનીય માહિતી મળી હતી કે ધોરણ-7 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને શિક્ષકે ₹500 આપીને ગામમાંથી દારૂ લેવા મોકલ્યો હતો. માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણેસ્વીકાર્યું હોવાનું ફરિયાદમાં નોંધાયું છે કે તે અગાઉ પણ અનેક વખત આ જ શિક્ષક માટે ગામમાંથી દારૂ લાવી ચૂક્યો છે. શિક્ષક પૈસા આપતા હોવાથી તે દારૂ લાવતો હોવાનું પણ વિદ્યાર્થીએ જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શાળાના આચાર્યે અન્ય શિક્ષકોની હાજરીમાં તાત્કાલિક પંચરોજકામ તૈયાર કરાવ્યું હતું. વિદ્યાર્થી પાસેથી મળેલી દારૂની બોટલ તેમજ શિક્ષકે આપેલા રૂ.500માંથી બચેલા રૂ.230 કબજે કરી સીલબંધ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પુરાવા શાળાના કબાટમાં સુરક્ષિત રાખવા માં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ત્યારબાદ સમગ્ર ઘટનાનો અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીને મોકલી કડક તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદમાં એવું જણાવ્યું છે કે આ કોઈ એક દિવસ ની ઘટના નથી, પરંતુ સંબંધિત શિક્ષક દ્વારા અનેક પ્રસંગો એ શાળાના સમય દરમિયાન વિદ્યાર્થી મારફતે દારૂ મંગાવવામાં આવતો હતો. એટલું જ નહીં, ગામના કેટલાક લોકો એવી ચર્ચા છેકે આ જ વિદ્યાર્થી મારફતે અન્ય લોકો પણ દારૂ મંગાવતા હોવાનુ કહેવાય છે જોકે આ મુદ્દે સત્તાવાર તપાસ બાદ જ અંતિમ સત્ય બહાર આવશે. ઉલ્લેખનીય છે કે ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 4 માર્ચના રોજ પણ સંબંધિત શિક્ષક નશાની હાલતમાં શાળાએ આવ્યા હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જો તે સમયે યોગ્ય કાર્યવાહી થઈ હોત તો આ પ્રકારની ગંભીર સ્થિતિ ઊભી ન થઈ હોત તેવી ચર્ચા પણ શિક્ષણ વર્તુળોમાં થઈ રહી છે. આ સમગ્ર પ્રકરણ સામે આવ્યા બાદ વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે. સમાજમાં શિક્ષકને આદર્શઅનેવિદ્યાર્થી ઓના જીવન ઘડતરના માર્ગદર્શક તરીકે જોવામાં આવે છે. આવી સ્થિતિમાં જો ફરિયાદમાં કરાયેલા એહવાલ સામે પગલા લેવાય તો તે માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરશે. હવે સૌની નજર તાલુકા શિક્ષણાધિકારી અને શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાનારી તપાસ તથા સંભવિત કાર્યવાહી પર ટકેલી છે.

અગાઉ પણ થઈ હતી લેખિત રજૂઆત, છતાં કાર્યવાહી કેમ નહીં?
ખાપટ પ્રાથમિક શાળાના આચાર્યે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સંબંધિત શિક્ષક સામે અગાઉ પણ નશાની હાલતમાં શાળાએ આવવા સહિતના ગંભીર આક્ષેપો સાથે અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને 4 માર્ચની ફરિયાદ બાદ પણ જો સમયસર વિભાગીય તપાસ અને કાર્યવાહી થઈ હોત તો સગીર વિદ્યાર્થી પાસેથી દારૂ મંગાવવાની કથિત ઘટના સુધી મામલો પહોંચ્યો ન હોત તેવી ચર્ચા ઉઠી રહી છે. હવે પ્રશ્ન એ છે કે અગાઉની ફરિયાદો પર શું કાર્યવાહી થઈ હતી અને જવાબદાર અધિકારીઓની ભૂમિકા શું રહેશે?
હવે સૌની નજર શિક્ષણ વિભાગના નિર્ણય પર
આચાર્યની લેખિત ફરિયાદ, પંચરોજકામ, દારૂની બોટલ અને બચેલી રોકડ સહિતના પુરાવા તાલુકા શિક્ષણાધિકારીને એહવાલ કર્યાબાદખુદ શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર હવે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી સંબંધિત જવાબદારો સામે કડક વિભાગીય કાર્યવાહી કરવા આચાર્ય ને પોલીસ ફરીયાદ કરવા સુચના આપતા આચાર્ય દ્વારા પોલીસ મા અરજી આપી હતી સૌથી મોટો પ્રશ્ન બન્યો છે. જો આવી ધટના શિક્ષણ કાર્યમા બનતી હોય તો આ ઘટના સમગ્ર રાજ્યના શિક્ષણતંત્ર માટે ચેતવણીરૂપ બની શકે છે.
ભાવાની દુકાનેથી દારૂ લાવીને સાહેબને આપતો…વિધાર્થી
પત્રકાર ની ટીમ સવારે ખાપટ શાળા એ પોહચી ત્યારે શિક્ષક હરેશભાઈ ગૌસ્વામી પ્રાર્થના માં બેસી ભક્તિમય વાતાવરણ માં જોવા મળ્યા હતા બાદ માં ધોરણ 7 ના વિધાર્થી ને બોલાવી પૂછતા વિધાર્થી એ જણાવેલ કે સાહેબ મારી પાસે થી દારૂ મંગાવતા અને હું ગામ માં ભાવાની દુકાનેથી લાવીને આપતો અને સાહેબ શાળા માં દારૂ પીતા એવું આચાર્ય ની સમક્ષ વિધાર્થી એ કબુલાત કરી હતી

રિલેટેડ ન્યૂઝ