સાયબર ગઠીયાએ સીબીઆઈ ઓફિસરની ઓળખ આપી ડ્રાઈવરને ધમકી આપી
સાયબર ક્રાઈમના બનાવો વધી ત્યારે ભુજમાં જૂની ચલણી નોટો અને સિક્કાની ઊંચી કિંમત આપવાની લાલચ આપીને એક વ્યક્તિ પાસેથી રૂપિયા 1.70 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગઠિયાઓએ નકલી સીબીઆઈ અધિકારી બનીને ધરપકડની ધમકી પણ આપી હતી. આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ ફરિયાદ અનુસાર, ભુજની ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા 50 વર્ષીય સતુભા હમીરજી સોઢા ભોગ બન્યા છે. ગત જાન્યુઆરી મહિનામાં તેઓએ ફેસબુક પર રાજ જ્ઞાની ઓલ્ડ કોઈન નામની એક જાહેરાત જોઈ હતી. જેમાં જૂની ભારતીય ચલણી નોટો અને યુનિક સિક્કાના બદલામાં મોટી રકમ આપવાની લોભામણી જાહેરાત હતી. ફરિયાદીએ તેમાં આપેલા = નંબર પર સંપર્ક કરતાં તેમને 7 એક જૂની નોટના બદલામાં – 57.75 લાખ રૂપિયા – આપવાની લાલચ આપવામાં આવી હતી. ત્યારબાદ રજીસ્ટ્રેશન ફી, ટીડીએસ અને – જીએસટીના બહાને સ્કેમર્સે અલગ-અલગ ક્યુઆર કોડ મોકલીને ટુકડે-ટુકડે કુલ રૂ. 1,70,750 ઓનલાઈન (ગુગલ પે મારફતે) ટ્રાન્સફર કરાવી લીધા હતા. ગઠિયાઓ માત્ર અહીં જ નહોતા અટક્યા. વવ જાન્યુઆરીના એક ભેજાબાજે વીડિયો કોલ કર્યો હતો, જેમાં તે પોલીસ વર્ધીમાં હતો. તેણે પોતાની ઓળખ સીબીઆઈ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને ધમકી આપી હતી કે જો વધુ પૈસા નહિ આપે તો ગમે ત્યાંથી ધરપકડ કરી લેવામાં આવશે. પોલીસના ગણવેશમાં રહેલા શખ્સને જોઈને ડરના માર્યા સતુભાએ વધુ રકમ પણ જમા કરાવી દીધી હતી. વારંવાર પૈસા આપવા છતાં બેક ખાતામાં કોઈ રકમ પરત ન આવતા અને વધુ પૈસાની માંગણી ચાલુ રહેતા, અંતે ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન 1930 પર અરજી કરી હતી. સાયબર સેલની પ્રાથમિક તપાસ બાદ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં બી.એન.એસ. અને આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ત્રણ અજાણ્યા મોબાઈલ નંબર ધારકો (95184 21065, 95885 99090, 84460 53773) 53773) વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ આ કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. આર.નકુમ ચલાવી રહ્યા છે.
