ગીર સોમનાથ જિલ્લા પંચાયત ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

સમાજના વિકાસ માટે મજબૂત સ્તંભ એટલે નારી શક્તિ – જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણીયા

રાજ્ય સરકાર ના ‘નારી વંદન ઉત્સવ-2026’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા. 01 થી 08 ઓગસ્ટ દરમિયાન વિવિધ થીમ આધારિત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત ઈણાજ ખાતેમહિલા નેતૃત્વ દિવસની ઉજવણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયા ના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શારદાબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, સમાજના વિકાસ માટે મજબૂત સ્તંભ એટલે નારી શક્તિ. આજની મહિલા શિક્ષણ, વિજ્ઞાન, વહીવટ, રમતગમત અને અવકાશ સહિત દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા નો પરિચય આપી રહી છે. સમાજમાં પ્રેરણાદાયી કાર્ય કરનાર મહિલા ઓનું સન્માન કરવું એ સમગ્ર સમાજ માટે ગૌરવની બાબત છે. આ પ્રસંગે બાલિકા પંચાયતના ઉપસરપંચશ્રીએ બાલિકા પંચાયતની કામગીરી, પંચાયતી રાજ વ્યવસ્થા, સામાજિક જવાબદારી અને નેતૃત્વ વિકાસ અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમજ ઉપસ્થિત યુવતીઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી સોનલબેન રાઠોડે જણાવ્યું હતું કે, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવનો મુખ્ય હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતા, સુરક્ષા અને સશક્તિકરણ અંગે જાગૃતિ લાવવાનો છે. તેમણે ઉપસ્થિત બાલિકા પંચાયતના સભ્યો અને મહિલાઓને સમાજના વિકાસમાં સક્રિય નેતૃત્વની ભૂમિકા નિભાવવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમની રૂપરેખા આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ આસિસ્ટન્ટ મમતાબેન ડોડિયાએ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો, બાલિકા પંચાયતના સભ્યો, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી નો સ્ટાફ, ડી.એચ.ઈ.ડબલ્યુ. ના ડિસ્ટ્રિક્ટ મિશન કોઓર્ડિનેટર તથા સ્ટાફ, પૂર્ણા યોજના ના ક્ધસલ્ટન્ટ સહિત મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

રિલેટેડ ન્યૂઝ