જૂનાગઢના નાગરિક દ્વારા ગંભીર આક્ષેપો વિસાવદર જળ કૌભાંડ સામે નાગરિકોમાં ભારે આક્રોશ

વિસાવદર નગરપાલિકાની વોટર સપ્લાય યોજના પ્રજા માટે પીવાના પાણીની સુવિધા આપવાને બદલે ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો માટે કમાણીનું સાધન બની ગઈ હોવાનો આક્ષેપ જૂનાગઢના જાગૃત નાગરિક શ્રી મનોજ કે. ચુડાસમાએ કર્યો છે.
જાહેર હિત અને સરકારી ભંડોળની સુરક્ષા માટે અવાજ ઉઠાવતા જાગૃત નાગરિક દ્વારા મુખ્ય માંગણીઓ રાખી છે. પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતમાં પણ ભ્રષ્ટાચાર આચરીને જનતા સાથે ગંભીર વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. કાગળ પર મજબૂત અને સ્થળ પર અત્યંત બોગસ કામગીરી કરીને પ્રજાના ટેક્સના નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવી છે. સ્થળ પર વપરાયેલ મટીરીયલ અને પાઇપલાઇનના સેમ્પલ લઈ સરકારી લેબોરેટરીમાં ક્વોલિટી ટેસ્ટ કરાવવામાં આવે. એસ્ટિમેટ સાથે રેકોર્ડ મેળવી ખોદકામ અને પાઇપલાઇનની ભૌતિક સચોટ માપણી થાય. માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ ખામીયુક્ત કામના બિલો મંજૂર કરનાર સંબંધિત એન્જિનિયરો સામે પણ ગુનાહિત બેદરકારી બદલ કાનૂની કાર્યવાહી કરવામાં આવે. જો આ બાબતે તાત્કાલિક અને યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે અને સિસ્ટમિક ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે દાખલારૂપ પગલાં નહીં લેવાય, તો આ લડતને આગળના સ્તરે લઈ જવામાં આવશે. “હવે આશ્વાસન નહીં, એક્શન જોઈશે” – વિસાવદર વોટર સપ્લાય કૌભાંડમાં તટસ્થ તપાસ માટે નાગરિકની ખુલ્લી ચીમકી . સરકારી સંસ્થાઓની વિશ્વસનીયતા પુન:સ્થાપિત કરવા માટે ચીફ ઓફિસર તથા રાજ્યના ઉચ્ચ મ્યુનિસિપલ અધિકારીઓ સત્વરે આ કેસમાં તપાસના આદેશ આપે તે અત્યંત જરૂરી છે.

રિલેટેડ ન્યૂઝ