પોરબંદર ખાતે તાજેતરમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સૈયદ સમાજ અને ધાર્મિક પ્રતીકો (તાજીયા) વિરુદ્ધ અત્યંત અભદ્ર અને સામાજિક સૌહાર્દ બગાડે તેવી ટિપ્પણી કરવા બદલ અબ્દુલસતાર હામદાની ઉર્ફે ’સતાર મૌલાના’ વિરુદ્ધ અમરેલી સીટી પોલીસ ફરિયાદ આપી અમરેલીના સૈયદ સમાજના સભ્યો અને પીડિત પક્ષ દ્વારા કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. ગત તા. 20/7/26 ના રોજ રાત્રિના સમયે પોરબંદરના મેમણવાડામાં આવેલ તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે ’હૈદરી યંગ કમિટી’ દ્વારા એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તા તરીકે હાજર અબ્દુલસતાર હામદાની (સતાર મૌલાના) એ મંચ પરથી પ્રવચન આપતી વખતે સમગ્ર સૈયદ જ્ઞાતિને લક્ષ્ય બનાવી હલકી કક્ષાના અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા. આટલું જ નહીં, મોહરમના પવિત્ર તાજીયા અને માનતા વિશે અત્યંત નિર્લજ્જ અને અભદ્ર ઉદાહરણો આપીને ધાર્મિક લાગણીઓને ભારે ઠેસ પહોંચાડી હતી. તેમજ તાજીયામાં ભાગ લેતા શ્રદ્ધાળુઓ માટે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કર્યો હતો. આ સમગ્ર પ્રોગ્રામનો વિડીયો/ઓડીયો આ ઈસમ દ્વારા દ્વારા પોતાની યુ ટ્યુબ ચેનલ “અઇઉઞક જઅઝઝઅછ છઅણટઈં” પર લાઈવ અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થતાં સમગ્ર ગુજરાત તેમજ દેશભરના સૈયદ સમાજ અને મુસ્લિમ શ્રદ્ધાળુઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. સૈયદ સમાજના સભ્યો અને પીડિત પક્ષ દ્વારા આ મામલે સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, આ અબ્દુલસતાર હામદાની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવવા, બે કોમ/સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અને જાહેર મંચ પરથી અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા બદલ ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ધોરણસરની કાયદાકીય કાર્યવાહી કરવા પોલીસ તંત્રને લેખિત અરજી સોંપવામાં આવી છે.
રિલેટેડ ન્યૂઝ
-
કલ્યાણપુરને પેટા જિલ્લા કક્ષાની 100 બેડની હોસ્પિટલની મંજૂરી છતાં વહીવટી ઉદાસીનતાથી રોષ
કરોડોનું બજેટ માત્ર કાગળ પર ?: કટોકટીની સ્થિતિમાં દર્દીને જામનગર જવુ પડતા હાલાકી દેવભૂમિ દ્વારકા જિલ્લાના... -
વીરપુર નજીક કારના ચોર ખાનામાંથી રૂા. 2.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો
304 બોટલ સાથે બે શખ્સની એલસીબી દ્વારા ધરપકડ કરાઈ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુર પોલીસ સ્ટેશન હદ... -
દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગારના દરોડા: 4 મહીલા સહીત 22 ઝડપાયા
પોલીસે 83720ની રોકડ મળી રૂા.4.10 લાખનો મુદામાલ કબજે કર્યો દ્વારકા જિલ્લામાં પાંચ સ્થળે જુગારના દરોડા પાડી...
