લોકોમાં ભય ફેલાવનાર શખ્સને ઉનાના નવાબંદર મરીન પોલીસે ઝડપી પાડ્યો
સોશિયલ મીડિયામાં હથિયારો સાથેના ફોટા અપલોડ કરી લોકોમાં ભયનો માહોલ ઊભો કરવાના પ્રયાસસામે ગીર સોમનાથ પોલીસે કડક કાર્યવાહી કરી છે.નવાબંદર મરીન પોલીસે એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી તલવાર અને કુહાડી સહિતના હથિયારો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ રેન્જ ડીઆઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં હથિયારો સાથે ફોટા-વિડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ભય ફેલાવનાર તથા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઉના વિભાગના પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી.
ઉના ના નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. પરમાર તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એ. રાઠોડની દેખરેખ હેઠળપોલીસટીમપેટ્રોલિંગમાં હતી.દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ચીખલી ગામે રહેતા અલ્પેશભાઈ ઉર્ફે કાલો માનસિંગ ભાઈ મકવાણા ઉંમર 25 વર્ષ ને ઝડપીપાડવામાંઆવ્યો હતો.
પોલીસ તપાસમાં અટકાયત કરાયેલ શખ્શે પોતાના ફેસબુક એકાઉન્ટમાં કુહાડી, ખુલ્લી તલવાર સાથેના ફોટા અપલોડ કરી સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કર્યા હોવાનું સામે આવ્યું હતું. આ કૃત્યથીલોકોમાંભયફેલાય તેવી સ્થિતિ ઊભી થતી હોવાથીપોલીસેઆરોપીવિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે અટકાયત મા લીધેલ શખ્શ પાસેથી 1 નંગ તલવાર અને 1 નંગ કુહાડી મળી કુલ બે હથિયારો કબજે કર્યા છે. સમગ્ર મામલે નવાબંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં હથિયારોનું પ્રદર્શન કરી ભયનું વાતાવરણ ઊભું કરનાર તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પોલીસે આપ્યો હતો
