સ્કીમ્સને લાંબા ગાળા માટે ભારતમાં રજૂ કરવાનું અમને ગૌરવ છે: ઈશા અંબાણી
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ અને સ્કીમ્સે આજે એક વિશિષ્ટ ભાગીદારીની જાહેરાત કરી છે, જે સ્કીમ્સ બ્રાન્ડને ભારતમાં લાવવા માટે છે. આ કરાર હેઠળ, રિલાયન્સ બ્રાન્ડ્સ ભારતમાં ભૌતિક અને ડિજિટલ ચેનલો થકી સ્કીમ્સ બ્રાન્ડનું સંચાલન કરશે, તેમજ ભારતમાં તેના પ્રથમ સ્કીમ્સ સ્ટોર્સ ખોલશે, જેની શરૂઆત દિલ્હી અને મુંબઈથી કરી છે. આ જાહેરાત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા લક્ઝરી અને પ્રિમિયમ ગ્રાહક બજારોમાં સામેલ સ્કીમ્સના ભારતમાં પ્રવેશને ચિહ્નિત કરે છે, તેમજ તાજેતરમાં લંડન અને દુબઈમાં સ્ટોર્સના ઉદઘાટન પછી આ બ્રાન્ડના વૈશ્વિક રિટેલ વિસ્તરણને ચાલુ રાખે છે. હવે પછી હોંગકોંગ અને સિઓલનો પણ ક્રમ આવશે.
કિમ કાર્દાશિયન અને જેન્સ ગ્રેડ દ્વારા 2019માં સંયુક્તરીતે સ્થાપવામાં આવેલી સ્કીમ્સ દરેકજણ માટે ઉપાય બનાવીને મહિલાઓના અન્ડરવેર, શેપવેર અને લાઉન્જવેર શ્રેણીઓની પુન:વ્યાખ્યા કરી રહી છે. મેન્સ અને નાઈકીસ્કીમ્સ સહિત પોતાના વિસ્તરતા પોર્ટફોલિયો સાથે પોતાની વિવિધ કેટેગરીમાં સ્કીમ્સ નવા માપદંડો સ્થાપિત કરી રહી છે. ફિટિંગ, આરામ અને શરીર વિશેની ઊંડી સમજણ પર આધારિત, આ બ્રાન્ડ રોજિંદા ડ્રેસિંગની મૂળભૂત બાબતોની પરિકલ્પના માટે ટેકનિકલ નાવિન્યને ઉન્નત ડિઝાઇન સાથે જોડી રહી છે.
આ ભાગીદારી થકી સ્કીમ્સે વિશ્વના સૌથી ગતિશીલ ગ્રાહક બજારોમાંના એકમાં પ્રવેશ કર્યો છે. પ્રિમિયમ વૈશ્વિક બ્રાન્ડ્સની માગ વધી રહી છે ત્યારે આરામ, કાર્યદક્ષતા તેમજ સાંપ્રત ડિઝાઇનિંગ ઇચ્છતા ગ્રાહકોની નવી પેઢી સાથે, ભારત દેશ આ બ્રાન્ડના સતત વૈશ્વિક વિસ્તરણમાં એક કુદરતી આગેકદમ ભરી રહ્યો છે.
સ્કીમ્સે એ આકાર, આરામદાયકતા અને સમાવેશીતા વિશે વિશ્વની વિચારશૈલી જ બદલી નાખી છે, અને તે ભારતીય ગ્રાહકોની નવી પેઢી સાથે સીધો સંવાદ કરી રહી છે જે મહત્વાકાંક્ષી અને ખાસ પોતાના માટે રચાયેલી ફેશન ઇચ્છે છે,” એમ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર ઇશા અંબાણીએ જણાવ્યું હતું. સ્કીમ્સને ભારતમાં રજૂ કરવા તેમજ લાંબા ગાળા માટે અહીં તેનું નિર્માણ કરવાનો અમને ગર્વ છે.
