સંતોના અપમાન સામે સુદામાપૂરીના સંતો થયા લાલઘુમ

સનાતન સંત સમાજ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયુ આવેદન: ભગવા વેશમાં નાટક ભજવીને સંતોની ગરિમાને ઠેસ પહોંચાડી હોવાનું જણાવ્યું: આકરા પગલા ભરવા કરી માંગ

સંસદ ભવન બહાર પપ્પુ યાદવ અને રાહુલ ગાંધી સહિત નેતાઓએ ભગવા કપડાં પહેરીને નાટક કરતાં તેનો ભારે વિરોધ ઊઠવા પામ્યો છે અને પોરબંદરથી આવેદનપત્ર પાઠવી અને તેઓની સામે પગલાં લેવા માંગી કરવામાં આવી છે.
સંતો મહંતો સહિત આગેવાનોએ જણાવ્યું હતું કે સનાતન સંસ્કૃતિ અને સાધુ-સંતોના અપમાન સામે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન અંતર્ગત સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવ વિરુદ્ધ સખત કાનૂની કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતુંઅમે સનાતન સંત સમાજ આપના માધ્યમથી દેશના રાષ્ટ્રપતિ અને સરકારનું ધ્યાન સંસદ પરિસરમાં તાજેતરમાં ઘટેલી અત્યંત નિંદનીય અને સનાતન ધર્મનું અપમાન કરતી કાવતરાખોર ઘટના તરફ દોરવા માંગીએ છીએ.
તારીખ 31 જુલાઈ 20ર6ના રોજ સંસદ પરિસરમાં સાંસદ પપ્પુ યાદવ, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ રાહુલ ગાંધી, અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તથા તેમના સમર્થકો દ્વારા એક આયોજિત ષડયંત્રના ભાગરૂપે જે કૃત્ય કરવામાં આવ્યું છે, તેનાથી સમગ્ર દેશના સનાતન સંત સમાજમાં અને શ્રદ્ધાળુઓમાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. આ જ આક્રોશના ભાગરૂપે આજે સમગ્ર દેશના તમામ શહેરોની સાથે પોરબંદરમાં પણ સંત સમાજ દ્વારા વિશાળ વિરોધ પ્રદર્શન યોજીને આ આવેદન પત્ર સુપ્રત કરવામાં આવી રહ્યું છે.
ભગવા વેશ અને સંસ્કૃતિનું અપમાન
રાજકીય રોટલા શેકવા માટે સંતોનો છદ્મવેશ ધારણ કરી, ભગવા વસ્ત્રો અને પવિત્ર સાધુ-સંત સમાજની છબીને ધૂળધાણી કરવાનો હીન પ્રયાસ કરવામાં આવ્યો છે.પ્રદર્શન દરમિયાન હાથમાં લીધેલા પૂજનીય ભગવાનના ચિત્ર/તસવીરોને પોતાના પગ પાસે રાખીને ઈશ્વરનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે, જે દ્રશ્યો પ્રસારિત થતાં કરોડો સનાતનીઓની ધાર્મિક ભાવનાઓ દુભાઈ છે.આ કૃત્ય દ્વારા કરોડો શ્રદ્ધાળુઓના મનમાં સંતો-મહંતો, આશ્રમ વ્યવસ્થા અને અર્ચક સમાજ પ્રત્યે અશ્રદ્ધા ઊભી કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે.
અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિર સંબંધિત વિષય પર સર્વોચ્ચ અદાલતની દેખરેખ હેઠળ ચાલતી ઉચ્ચસ્તરીય જઈંઝ તપાસને ભટકાવવા અને પ્રભાવિત કરવા માટે સંસદમાં આ નાટક રચાયું છે.
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અયોધ્યાના પરંપરાગત ’શ્રાવણ ઝૂલા મહોત્સવ’માં આવતા શ્રદ્ધાળુઓની શ્રદ્ધાને આઘાત પહોંચાડી, સંતોને માનસિક ત્રાસ આપવા સાથે આશ્રમોની દાન-સમર્પણ વ્યવસ્થાને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો છે.
સનાતન સંત સમાજની
મુખ્ય માગણીઓ
સનાતન ધર્મ, ભગવા વસ્ત્રો અને ભગવાનનું અપમાન કરી આયોજનબદ્ધ ગુનો કરવા બદલ ઉક્ત તમામ નેતાઓ સામે ગંભીર કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધીને કઠોર કાર્યવાહી કરવામાં આવે.રાષ્ટ્રપતિ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને સનાતન સંસ્કૃતિનું અનાદર કરનારા આ ચારેય સાંસદોનું સંસદ સભ્યપદ તત્કાલિક અસરથી રદ કરે.પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સંત સમાજ અને આશ્રમ વ્યવસ્થાને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ દોષિતો પાસેથી કરાવવામાં આવે.જો તંત્ર દ્વારા આ ગંભીર બાબતે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, તો સનાતન સંત સમાજ અને સમગ્ર દેશનો હિન્દુ જનમાનસ ઉગ્ર આંદોલન કરવા માટે બાધ્ય બનશે.

રિલેટેડ ન્યૂઝ