જેતપુર પીજીવીસીએલ કચેરીમાં બદલી કરાયેલા છ પૈકી પાંચ અધિકારીને સસ્પેન્ડ કરાયા

અન્યોની સંડોવણી અંગે ચાલતી તપાસ

જેતપુર ની પીજીવીસીએલ કચેરી માંથી 60 લાખનો મુદ્દામાલ વાયર, કોપર થાંભલા વગેરે ની ગેરરીતી કરવા બદલ ગઈકાલે તાત્કાલિક અસરથી જેતપુર પીજીવીસીએલ કચેરીના છ અધિકારીઓની સૌરાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ બદલી કરવામાં આવી હતી જ્યારે આજે તેમાના પાંચ અધિકારીઓ બે કાર્યપાલક એન્જિનિયર , બે ડેપ્યુટી એન્જિનિયર અને સ્ટોર કીપરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે
મળતી માહિતી પ્રમાણે હજુ તપાસ ચાલુ છે આવડા મોટા કૌભાંડમાં અન્ય કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા છે કે કેમ તે તપાસ પછી બહાર આવશે
જાણવા મળતી માહિતી પ્રમાણે જેતપુર પીજીવીસીએલ ના અમુક અધિકારીઓ ની સોલાર પેનલ લગાડવાની કંપનીઓમાં હિત સમાયેલું હોવાનું પણ જાણવા મળે છે જો અધિકારીઓની ભલામણ થાય તો તાત્કાલિક બધી વ્યવસ્થા થઈ જાય છે એવું લોકો કહે છે આ અંગે પણ જો ઉચ્ચ અધિકારીઓ તપાસ કરે તો ઘણા બધા કૌભાંડો બહાર પડે તેવી શક્યતા લોકો જોઈ રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ