જો ઉપગ્રહો સાથે કાટમાળ ટકરાય તો ઈન્ટરનેટ સેવા ઠપ્પ થઈ જાય
પૃથ્વીની ઓરબિટમાં 22માંથી 20 ભારતીય ઉપગ્રહો સાથે કાટમાળ ટકરાવાનો ખતરો
આજના આધુનિક સમયમાં માણસ પોતાની દરેક નાની-મોટી જરૂરિયાત માટે ઈન્ટરનેટ, ફોન અને હવામાનની જાણકારી પર નિર્ભર છે અને આ બધુ અંતરિક્ષમાં ફરી રહેલા સેટેલાઈટના કારણે શકય બની શકે છે. પરંતુ આસમાનની પાર જે ટેકનીકથી આપણી દુનિયા ચાલી રહી છે. ત્યાં માણસોએ જ કચરાનો ઢગલો લગાવ્યો છે. જેણે રકતબીજનું રૂપ ધારણ કરી લીધું છે. જેને સિમ્પલ ભાષામાં અંતરિક્ષનો કચરો કહેવામાં આવે છે. હવે આ કચરાના ઢગલાથી ભારત માટે જોખમ ઉભું થઈ ગયું છે. ખરેખર તો ધરતીની નિચલી કથા એટલે કે લો અર્થ ઓરબીટમાં જેટલા ભારતના સેટેલાઈટ છે તેના પર સંકટ છવાયું છે.
22 ભારતીય ઉપગ્રહોમાંથી 20ના અંતરિક્ષના કાટમાળ સાથે ટકરાવાના ઘણા નજીક છે. ખુદ ભારત સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે.
