રહેણાક મકાન સામે જ શિકાર કર્યો: કલાકો સુધી સિંહોએ લટાર મારતા ગામલોકોમાં ફફડાટ
અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વન્યપ્રાણીઓની અવરજવર પણ જોવા મળી રહી છે. ત્યારે જાફરાબાદ તાલુકાના રોહીસા ગામમાં બે સિંહો ઘૂસી આવતાં ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો ગામમાં સિંહોની હાજરીના પગલે લોકોમાં ફફડાટ ફેલાયો રોહીસા ગામમા રાત્રીના સમયે વરસાદ ચાલુ હોવા છતા બે સિંહો ગામની અંદર આવી પહોંચ્યા હતા. જેમાં એક ડાલામથા સાવજે રહેણાંક મકાનની સામે જ ગામના પશુનું મારણ કર્યું હતું. સિંહે ગામમાં જ પશુનો શિકાર કરતાં આસપાસના લોકોમાં ચિંતા સાથે ભયનો માહોલ સર્જાયો હતો. બંને સિંહો ચાલુ વરસાદ દરમિયાન કલાકો સુધી ગામમા ફરતા રહ્યા હતા. ગામના રહેણાંક વિસ્તારમાં સિંહોની હાજરીને કારણે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. સિંહો ગામમાં પ્રવેશ્યા હોવાની જાણ થતાં લોકો સાવચેત બન્યા હતા અને ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું રહેણાંક મકાનની સામે જ સિંહે પશુનું મારણ કરતાં વન્યપ્રાણી અને માનવ વસાહત વચ્ચેના સંઘર્ષની ચિંતા પણ ફરી એકવાર સામે આવી છે. વરસાદી માહોલમાં સિંહોની ગામ તરફની અવરજવરને લઈને ગ્રામજનોમાં ભય જોવા મળ્યો હતો રોહીસા ગામમાં બે સિંહોના પ્રવેશ અને પશુના મારણની ઘટનાને પગલે વનવિભાગ દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી રહી છે. તેમજ ગામની આસપાસ સિંહોની હિલચાલ અંગે નજર રાખવી ગ્રામજનોને સાવચેતી રાખવા માટે અપીલ કરાય હતી
