રવિવારે મોડી રાત્રે આદેશ અપાયો: મંદિરમાં અનેક વ્યવસ્થા ઉભી કરનાર ઉચ્ચ અધિકારીને મુળ કેડરમાં પરત મોકલાયા
વારાણસી, અયોધ્યાના ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરમાં થયેલી દાનચોરીમાં એક તરફ ભીનુ સંકેલવા જેવું ફક્ત કર્મચારીઓ જ પર દોષનો ટોપલો ઢોળી સમગ્ર પ્રકરણને ઠંડુ પાડવામાં આવ્યું છે ત્યાં જ ઉત્તર પ્રદેશના કાશી વિશ્ર્વનાથ મંદિરના સીઇઓની અચાનક જ બદલી કરી દેવામાં આવી છે અને તેમને મુળ સરકારી સેવામાં પરત મોકલી દેવાયા છે. ગઇકાલે રાત્રે જ તેમને ઉત્તર પ્રદેશના એક સેવા બોર્ડના ઉપસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રી વિશ્ર્વ ભુષણ મિશ્રએ બે વર્ષ પહેલા કાશી વિશ્ર્વનાથ મંદિરમાં સીઇઓની જવાબદારી સંભાળી હતી અને શ્રધ્ધાળુઓ માટે અનેક નવી વ્યવસ્થા ઉભી કરી છે. પરંતુ અચાનક જ તેમની બદલીથી પણ ચર્ચા શરુ થઇ છે. હાલમાં જ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં નવા સીઇઓની નિયુક્તિ અને જે રીતે દાન ચોરીનો વિવાદ થાળે પાડવા કૌશિષ થઇ છે તે વચ્ચે હવે કાશી વિશ્ર્વનાથ મંદિરના સીઇઓની બદલીએ ચર્ચા જગાવી છે અને હવે તેમના સ્થાને કોની નિયુક્તિ કરવામાં આવશે તે પણ પ્રશ્ર્ન છે.
