બોટાદ : તોડફાંડને ઉજાગર કર્યા બાદ ફેરવી તોડનાર ભાજપ આગેવાનનું નિવેદન લેવાયું

બહુચર્ચિત 1 કરોડના તોડકાંડની તપાસ અમરેલી ડીવાયએસપીએ સંભાળ્યા બાદ ભાજપ આગેવાનનું નિવેદન લેવાયું : હવે આગળ શું તેના પર લોકોની મીટ

બોટાદના કથીત તોડકાંડને ઉજાગર કરનાર ભાજપના આગેવાન જગદીશ ચૌહાણનું નિવેદન લેવાયું છે.
અમરેલી ડીવાયએસપીએ તપાસને વેગ આ5યો છે. તોડકાંડ ઉજાગર કરી પાંચ જ દિવસમાં નીવેદન ફેરવી તોળનાર જગદીશ ચૌહાણના નિવેદન પર સૌની નજર છે.
બોટાદ જિલ્લાનો બહુ ચર્ચીત એક કરોડના તોડકાંડની તપાસ હવે બોટાદ ડીવાયએસપી પાસેથી આંચકી લઇ હવે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઇને આપવામાં આવી છે અને તેમને તપાસનો દોર સંભાળી લીધો છે. અને આજે આખા તોડકાંડને ઉજાગર કરનાર બોટાદ શહેર ભાજપના પુર્વ મહામંત્રી જગદીશ ચૌહાણનું નિવેદન માટે રૂબરૂ બોલાવ્યા હતા.
બોટાદ શહેર સહિત રાજયભરમાં ચર્ચામાં રહેલા એક કરોડના તોડકાંડની તપાસ પહેલા બોદાટના પોલીસને સોંપવામાં આવી હતી. પરંતુ બોટદ ધારાસભ્ય અને કોળી સમાજના આગેવાનોની રજુઆત બાદ સરકાર દ્વારા તોડકાંડની તપાસ અમરેલીના ચિરાગ દેસાઇને સોંપી દેવાઇ છે. અને તેમણે હવે એક પછી એક તોડકાંડના ખુલાસા કરનાર અને જેના ઉપર આક્ષેપ થયા છે તેઓને રૂબરૂ સર્કિટ હાઉસ બોલાવી તપાસ હાથ ધરી છે.
આજે સોમવારે સમગ્ર એક કરોડના તોડકાંડને ઉજાગર કરનાર નેતા પર તોડનો આક્ષેપ લગાવનાર ભાજપના પુર્વ નેતા જગદીશ ચૌહાણને આજે નિવેદન માટે બોલાવવામાં આવ્યા હતા. અને તેમનું નિવેદન નોંઘ્યું હતું. તોડકાંડ જાહેર કરીને પાંચમાં જ દિવસે નિવેદન બદલનાર બોટાદ શહેર ભાજપ પુર્વ મહામંત્રી જગદીશ ચૌહાણે શરૂઆતમાં કરેલા આક્ષેપો અંગે તપાસ અધિકારી સામે પુરાવા રજુ કર્યા હોય કે કેમ ઇતો તપાસના અંતે ખબર પડશે.
તપાસ અંગે જગદીશ ચૌહાણનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આજે તેમને નિવેદન દેવા માટે બોલાવ્યા હતા અને તેમનું નિવેદન લેવામાં આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે મને વિશ્ર્વાસ છે કે તપાસ યોગ્ય થઇ રહી છે.
આમ હવે અમરેલી ડીવાયએસપીએ તપાસનો દોર સંભાળી એક પછી એક તપાસ કડી મેળવી રહયા છે. હવે જોવુ રહયું અધિકારી ગુન્હેગાર સુધી પહોંચવામાં કેટલા સફળ રહે છે?.

રિલેટેડ ન્યૂઝ