રેલવે પોલીસે સીસીટીવીની મદદથી આરોપીને ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી
પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળના વેરાવળ રેલવે સ્ટેશન પર છઙઋ ની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી એક મુસાફર નો ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન તથા ચાર્જર પરત મેળવવામાં આવ્યા. સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીની ઓળખ કરી તેને ઝડપી લેવામાં આવ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે ૠછઙ/વેરાવળ ને સોંપવામાં આવ્યો છે.
તા. 21 સપ્ટેમ્બર 2026ના રોજ 76 વર્ષીય મુસાફર માનસિંહ, નિવાસી વૃંદાવન, જિલ્લા મથુરા (ઉત્તર પ્રદેશ), વેરાવળ સ્ટેશનના વેટિંગ રૂમમાં આરામ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમનો કાળા રંગનો પીઠૂ બેગ ચોરાઈ ગયો હતો, જેમાં ટશદજ્ઞ અક્ષમજ્ઞિશમ મોબાઇલ ફોન અને ચાર્જર સહિત અંદાજે 12,500/-ની કિંમતનો સામાન હતો.
માહિતી મળતાની સાથે જ છઙઋ વેરાવળ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી, જેમાં એક વ્યક્તિ બેગ લઈ જતો જોવા મળ્યો હતો. ફૂટેજના આધારે છઙઋ સ્ટાફ હેડ કોન્સ્ટેબલ વિજય ગુજરિયા તથા કોન્સ્ટેબલ અનુજ સિંહ દ્વારા સ્ટેશન અને પ્લેટફોર્મ વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી અને શંકાસ્પદ વ્યક્તિને પ્લેટફોર્મ નંબર 01 પરથી ઝડપી લેવામાં આવ્યો હતો.
સીસીટીવી ફૂટેજ સાથેના મિલાન તથા પૂછપરછ બાદ તેની નિશાનદેહી પરથી ચોરાયેલો બેગ, મોબાઇલ ફોન તથા ચાર્જર મળી આવ્યા, જેની મુસાફરે ઓળખ કરી હતી. પકડાયેલા વ્યક્તિ ભૂપતભાઈ ચૌહાણ, નિવાસી કડિયાળી, જિલ્લા અમરેલીને મળેલા સામાન સાથે ૠછઙ/વેરાવળને સોંપવામાં આવ્યો. આ અંગે તા. 21.09.2026ના રોજ ઋઈંછ નોંધવામાં આવી છે.
મંડળ રેલ પ્રબંધક, ભાવનગર દિનેશ વર્મા એ છઙઋ કર્મચારીઓની તત્પરતા તથા પ્રશંસનીય કામગીરીની પ્રશંસા કરતાં જણાવ્યું કે મુસાફરોની સુરક્ષા અને સહાયતા રેલવેની પ્રાથમિક જવાબદારીઓમાં સામેલ છે. મંડળ સુરક્ષા આયુક્ત, ભાવનગર અજય શર્માના માર્ગદર્શન હેઠળ ભાવનગર મંડળ છઙઋ દ્વારા મુસાફરોની સુરક્ષા, સહાયતા તેમજ ચોરાયેલો/ખોવાયેલો સામાન પરત મેળવવા માટે સતત અસરકારક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક, ભાવનગર, અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે મુસાફરોનો સામાન સુરક્ષિત રીતે પરત મેળવવો મુસાફર સેવા અને સંવેદનશીલતાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. પશ્ચિમ રેલવે મુસાફરોની સેવા, સુરક્ષા અને વિશ્વાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સુરક્ષિત તથા સુવિધાજનક રેલ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સતત પ્રતિબદ્ધ છે.
