ફરેડા પ્રાથમિક શાળામાં વાલીઓનું હલ્લાબોલ!

શિક્ષિકાની બદલી થતાં જ શિક્ષણ કાર્ય ફરી શરૂ: શિક્ષિકાની હાજરી અને કામગીરી સામે વાલીઓના ગંભીર આક્ષેપો, વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલી શિક્ષણનો બહિષ્કાર, જિલ્લા શિક્ષણ વિભાગે તાત્કાલિક બદલીનો હુકમ કરતાં મામલો થાળે પડ્યો

ગીરગઢડા તાલુકાના ફરેડા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉષાબેન ઉનડકટની બદલીની માંગ સાથે વાલીઓ, ગ્રામજનો અને શાળાવ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સભ્યોએ વિરોધ નોંધાવતા શાળામાં હોબાળો મચ્યો હતો. શિક્ષિકાની કામગીરી અને હાજરી સામે નારાજગી વ્યક્ત કરી વાલીઓએ વિદ્યાર્થીઓને શાળાએ જવા દીધા ન હતા. પરિણામે શાળામાં શિક્ષણ કાર્ય ખોરવાયું હતું. સમગ્ર મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ શિક્ષિકાની બદલીનો હુકમ થતાં મામલો થાળે પડ્યો હતો. હવે શાળામાં શિક્ષણ કાર્ય ફરી રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ફરેડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા ઉષાબેન સામે ગ્રામજનો અને વાલી ઓમાં લાંબા સમયથી નારાજગી જોવા મળી રહીહતી. વાલીઓના આક્ષેપ મુજબ, શિક્ષિકા પરીક્ષાના સમયે ગેરહાજરરહેતાંહતાં અનેઅઠવાડિયામાં બે-ત્રણ દિવસ જ શાળામાં હાજર રહેતાં હોવાની ફરિયાદો કરવામાં આવીહતી.એટલું જનહીં, શિક્ષિકાને સોંપવામાં આવતું કામ પણ વિદ્યાર્થીઓ પાસે કરાવવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠ્યા હતા. આ પરિસ્થિતિને પગલે વિદ્યાર્થી ઓના અભ્યાસને અસર થતી હોવાની રજૂઆત સાથે શિક્ષિકાની બદલી કરવાની માંગ ઉઠી હતી.
આ અંગે ગત 19 ઓગસ્ટના રોજ ગ્રામજનો અને એસએમસી કમિટી દ્વારા આવેદનપત્ર આપી શિક્ષિકા સામે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી.શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોના નિવેદનો લેવામાં આવ્યા હતા અને તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો હતો. જોકે,નિર્ણય લેવામાં વિલંબ થતાં વાલીઓ અને ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો હતો. વહેલી સવારથી જ વાલીઓએ વિદ્યાર્થીઓને શાળામાં ન મોકલી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો અને શાળામાં તાળાબંધી કરી શિક્ષિકાની તાત્કાલિક બદલીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો.
ઘટનાની જાણ થતાં ગીરગઢડા તાલુકાના શિક્ષણ અધિકારી પારસ હીરપરા સહિતના અધિકારીઓશાળા એ પહોંચ્યા હતા.તેમણે વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે વાતચીત કરી સમગ્ર મામલે ઉચ્ચ કક્ષા એ જાણ કરી હતી. ત્યારબાદજિલ્લાશિક્ષણઅધિકારી દ્વારા શિક્ષિકા ઉષાબેનની બદલીનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.બદલીનો હુકમ થતાં જ શિક્ષિકાને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યાં હતાં. અધિકારીઓએ વાલીઓને સમજાવ્યા બાદ શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરાવ્યું હતું.શિક્ષિકાની બદલી થતાં વાલીઓ અને ગ્રામજનોમાં રાહતનો માહોલજોવા મળ્યો હતો. સાથે જ શાળામાં નિયમિત શિક્ષણ કાર્ય અને વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

19 ઓગસ્ટથી શરૂ થયેલી રજૂઆત, અંતે બદલીનો હુકમ: તાલુકા શિક્ષણ અધિકારી પારસ હીરપરા
ફરેડા ગામના ગ્રામજનો અને એસએમસી કમિટી દ્વારા 19 ઓગસ્ટના રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. શિક્ષિકા સામેની ફરિયાદોને પગલે તપાસ કરી વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનોના નિવેદનો લેવામાં આવ્યાં હતાં. તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલવામાં આવ્યો હતો. નિર્ણયમાં વિલંબ થતાં વાલી ઓએ શિક્ષણનો બહિષ્કાર કરી તાળાબંધી કરી હતી. આ અંગેજિલ્લા કક્ષાએ જાણ કરતાં તાત્કાલિક બદલી નો હુકમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાલીઓને સમજાવી શાળામાં શિક્ષણ કાર્ય ફરી શરૂ કરાવવામાં આવ્યું છે.
બદલીના હુકમ બાદ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ: આચાર્ય નિલેશભાઈ શોચા
શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સામે ફરિયાદો થઈ હતી. આ મામલે નિર્ણય લેવામાં વધુ સમય જતાં શિક્ષણનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. સમગ્ર બાબતની જાણ તાલુકા કક્ષાએ થતાં અધિકારીઓ શાળાએ આવ્યા હતા. શિક્ષિકાની બદલીનો હુકમ મળતાં તેમને તાત્કાલિક છૂટા કરવામાં આવ્યાં હતાં. હવે શાળામાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ