ઉના-વેરાવળ હાઈવે પર કાળ બનીને ભટકી બેકાબૂ કાર
ઉત્તર પ્રદેશથી જ્યોતિર્લિંગના દર્શને આવેલા પરિવારનો પ્રવાસ અકસ્માતમાં અટવાયો
ઉના-વેરાવળ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. કેસરિયા ગામની સીમ નજીક પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ કારે આગળ જઈ રહેલી ઓટો રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષામાં સવાર ઉત્તર પ્રદેશના યાત્રી પરિવારના 7 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ટક્કર એટલી ભયાનક હતી કે બંને વાહનો રોડ પરથી ગબડી સાઈડ માં પલટી ખાઈ ગયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના વતની શર્મા પરિવાર સોમનાથ મહાદેવના દર્શનનો લહાવો લઈભાડા ની ઓટો રિક્ષામાં દીવ ફરવા જઈ રહ્યો હતો. પરિવાર માં મહિલાઓ અને એક નાનું બાળક પણ સામેલ હતું. ભક્તિ અને ઉત્સાહ સાથેનો તેમનો પ્રવાસ કેસરિયા નજીક પહોંચતા જ ચીસોમાં ફેરવાઈ ગયો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પાછળથી આવી રહેલી કારના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરઝડપે આવતી કારે રિક્ષાને પાછળથી ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કરના કારણે રિક્ષા હવા માં ફંગોળાઈને પલટી ગઈ હતી, જ્યારે કાર પણ કાબૂ બહાર જઈ રસ્તાની બાજુના ખાડામાં ઉંધી વળી ગઈ હતી. અકસ્માતના જોરદાર અવાજથી આખા વિસ્તાર માં અરેરાટી ફેલાઈ ગઈ હતી.
અકસ્માત સર્જાતાની સાથે જ કેસરિયા ગામના સ્થાનિક યુવાનો માનવતા મહેકાવતા ઘટનાસ્થળે દોડી આવ્યાહતા.પલટી ગયેલી રિક્ષામાં દબાયેલાઈજાગ્રસ્તો ને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવી હતી. તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરતા ઉનાઅનેડોળાસા બંને સ્થળેથી એમ્બ્યુલન્સ દોડી આવી હતી.લોહીલુહાણ હાલતમાં તડપતા ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવારઆપી તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી.
આ ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારાઓમાં પૂનમ શર્મા,લજ્જાવતી દેવેન્દ્રસિંહ,સુનિલ શર્મા,અર્પિત રાઘવ (ઉં.વ. 7 વર્ષ),અનિતા શર્મા, છે,સરિતા શર્મા માનસિંગભાઈ નો સમાવેશ થાય છે. હાલ તમામની હાલત સ્થિર હોવાનું અને ઉના સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. નાના બાળક અર્પિતને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ માં ખસેડવાની શક્યતા છે. ઘટનાની જાણ થતા જ ઉના પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને અકસ્માતગ્રસ્ત વાહનોને કબ્જે લઈ હાઈવે પરનો ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. કાર ચાલક નશામાં હતો કે ઓવર સ્પીડ કે ટાયર ફાટવાના કારણે અકસ્માત સર્જાયો તે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ઉના-વેરાવળ હાઈવે પર સતત વધી રહેલા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. યાત્રાધામ સોમનાથ અને દીવને જોડતા આ હાઈવે પર સ્પીડ બ્રેકર અને સાઈન બોર્ડ મુકવાની માંગ પણ ઉઠી છે.
