અલંગ હાઇવે રક્તરંજીત બન્યો: ટોરસ પાછળ બોલેરો ઘુસી જતા 7ના કમકમાટી ભર્યા મોત

ન જાણ્યુ જાનકી નાથે કે સવારે શું થવાનું છે ?

ત્રાપજના પાદરમાં બનેલ હૃદયદ્રાવક અકસ્માતમાં મૃતકો અલંગમાં નોકરીએ જતા હતા: પરિવારોમાં હૈયાફાડ રૂદન

ભાવનગર -તળાજા નેશનલ હાઇવે ત્રાપજ નજીકનો ગોઝારો ગણાતો વિસ્તાર આજે ફરીએક વખત વિચિત્ર અકસ્માત ને લઈ ભાવનગર ના એકજ વાહનમા સવાર એકીસાથે 7-7 વ્યક્તિઓ માટે કાળસાબિત થયો.ભાવનગર થી ઝઞટ-બોલેરો વાહનમાં એકીસાથે કામ કરતા સાતમિત્રો જે પ્લોટ નં.138 અને 24ઇ મા નોકરીકરેછે તે સવારના 9 વાગ્યાના સુમારે અલંગ આવવા રવાના થયાહતા.ત્રાપજ નજીક પહોંચતા સર્વિસરોડપર ઉભેલા ટોરસ ટ્રકપાછળ બ્રેકમાર્યા વગરજ સીધી ઝઞટ- કાર અથડાવી દેતા 7 માંથી 6 ના મૃત્યુ કારની અંદરજ પળવારમાં નિપજ્યા હતા.એક વ્યક્તિએ ભાવનગર દમ તોડીદીધો હતો.મૃતકોમા પાંચ વણિક,એક બ્રાહ્મણ અને એક ગોસાઈ પરિવારના યુવાનનો સમાવેશ થાયછે.
અકસ્માત સ્થળે આ અકસ્માતમાં કંઈરીતે સર્જાયો?તેવો સવાલ સૌપ્રથમ થાય તેવા ગોઝારા અકસ્માત ની મળતી વિગતો મુજબ ભાવનગરથી ઝઞટ–બોલેરો વાહનનં.જીજે-04ઇપી-2599 મા નિત્યક્રમ મુજબ જાણીતા શિપબ્રેકર જયુકાકા ના પ્લોટ નં.24ઇ અને 138 મા મેનેજર સહિતની અલગ અલગ કામગીરી સંભાળતા
વિજયકુમાર ચંદુલાલ વોરા ઉ.વ.68,હિરેનકુમાર મહેશભાઈ મહેતા ઉ.વ.56,ભાર્ગવપરી વિલાસપરી ગોસાઈ ઉ.વ.32,યોગીત નટુભાઈ અજમેરા ઉ.વ.51,પીયૂષ બીપીનચંદ્ર શાહ ઉ.વ.53,પ્રીતેશ દીપેનચંદ્ર ભાયાણી ઉ.વ.49 તથા અકસ્માત બાદ ભાવનગર સારવાર દરમિયાન છેલ્લા શ્વાસલેનાર જયેશ હિંમતલાલ વાસાણી ઉ.વ.58 એકીસાથે અલંગ આવવા રવાનાથયા હતા.ઝઞટ ત્રાપજ ગામ પહેલા હાઇવેપર આવેલ હોટલ નજીક સર્વિસરોડપર ઉભેલા ટોરસ ટ્રકનં.આર.જે.31જી એ-9871 ની પાછળ ફૂલસ્પીડમા અથડાવી દેતાપળ વારમા કારની અંદરજ સાત પૈકીના 6 વ્યક્તિના મોત નિપજ્યા હતા.
બનાવની જાણ હોટલપર બેસેલ લોકોને તથા ત્રાપજ ગામના સરપંચ મહિપાલસિંહ ગોહિલ,તા.પં. ના પૂર્વ ઉપ પ્રમુખ જ્યૂભા ગોહિલ,અગ્રણી વેપારી રાજનભાઈ ભટ્ટ સહિત આગેવાનો, સેવાભાવીઓ દોડી આવ્યા હતા.
કારની અંદર રહેલા અનંતની વાટ જેઓએ પડકીલીધીહતી તેઓને બહાર કાઢ્યાહતા.બનાવના પગલે એકીસાથે 4 જેટલી 108,તળાજા પો.ઇ વી.આર.ચાવડા, અલંગ પો.ઇ દેસાઈ,પોલીસ જવાનો,તળાજા ફાયર ઓફિસર પઢેરીયા સહિતના દોડીઆવ્યા હતા.તમામ મૃતકોને એકીસાથે સમયસર ભાવનગર પહોંચાડીને પી.એમ કરવા માટે આયશરટ્રક મા મોકલવામાં આવ્યાહતા.

સર.ટી.હોસ્પિટલના ગ્રાઉન્ડમાં માતમ છવાયું
મૃતકો અલંગ ખાતે એકીસાથે વર્ષોથી નોકરી કરતા હતા.ભાવનગર થી અલંગ અપડાઉન સાથે કરતાહતા. સાતેય વ્યક્તિઓના મૃતદેહ ભાવનગર સર.ટી.હોસ્પિટલ પી.એમ રુમખાતે લાવવામાં આવ્યા ત્યારે અહીં ઉપસ્થિત સાતેય મૃતકોના પરિવાર જનોના રુદનને લઈ પાષણ હદયના માનવી નું હૈયુંપણ હચમચીગયું હતું.પરિવાર જનોના આક્રંદ ને જોઈ ઉપસ્થિત લોકોપણ પોતાના અશ્રુઓને રોકી શક્યા નહતા.
કારની સ્પીડ એટલી બધી હતીકે…
અકસ્માત ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાછે.કાર સ્પીડમા હતી.ત્રાપજ થઈને અલંગ જવાનું હતુતો કાર સર્વિસ રોડપર આવીકઈ રીતે?!.અહીં ઉપસ્થિત લોકો મૃતકોના નામ અને કામના સ્થળથી પરિચિત હતા.તેલોકો માંથી જાણવા મળ્યુહતુંકે કાર વીજયભાઈ વોરા ચલાવતા હતા.તે 70ની સ્પીડથી વધુ કદી ચલાવતા ન હતા.પરંતુ આજે એટલી સ્પીડહતીકે ટોરસ ટ્રક સાથે અથડાતા પાછળ ના બંને સાઈડના વહીલ નો જોટો લોખંડ સાથે તૂટી ને જુદોપડી ગયો હતો.

બચાવવા દોડ્યા પરંતુ….
ધડાકાભેર અકસ્માત થયાના પગલે હોટલપર બેસેલ સેવાભાવી લોકો ઇજાગ્રસ્તો ને બચાવવા દોડ્યા,કારમાંથી બધાજ ને બહાર કાઢ્યા તેમા 7 માંથી 6 એ ક્ષણવારમાજ જીવ ગુમાવીદીધા હતા.108 બચાવવા માટે આવી પરંતુ એક સિવાય અન્ય પડીરહી. તમામ ના ચહેરાઓ ચેપાઈ ગયા હોય,બિહામણા થઈગયા હતા. ઢાંકીદેવા પડ્યા હતા.એકપણ વ્યક્તિ ને બચાવી શકાયા નહિ.
ત્રાપજના રહીશોની સેવાને સલામ
એકાદ વર્ષ પહેલાં સુરત થી ઉના તરફ જઈ રહેલ લકઝરી બસને અકસ્માત નડ્યોહતો. એ અકસ્માત પણ આજરીતે ગમખ્વાર હતો. તે સમયે પણ ત્રાપજ ગામના આગેવાનો, રહીશો ની સેવા કાબીલેદાદ હતી.આજે સરપંચ મહીપાલ સિંહ ગોહિલ સહિતના એ માનવતા મહેકાવી હતી.
FSL, RTO સહિતની ટીમ તપાસમાં જોતરાઈ
અલંગ પો.ઇ દેસાઈ એ જણાવ્યું હતુ કે બનાવના પગલે પ્લોટના ગૌરાંગભાઈ જૈન ની ફરિયાદ નોંધવામાં આવશે.બનાવની તપાસ તળાજા પો.ઇ ચાવડા કરશે.દુર્ઘટના ના પગલે તપાસમા ઝઞટ વાહન ની સ્પીડ,મૃતકોના કારમાંથી મળી આવેલ લોહીના સેમ્પલ સહિતની બાબતો તપાસવા માટે પોલીની સાથે આર.ટી.ઓ અને એફ.એસ.એલ ની ટીમપણ તાત્કાલિક પહોંચી ગઈ હતી.

રિલેટેડ ન્યૂઝ