17 કેન્દ્રમાં 5850 વિધાર્થીઓએ પરીક્ષા આપી
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા દર વર્ષે લેવાતી નીટ પરીક્ષા તા.4 મેને રવિવારના રોજ લેવામાં આવી. ભાવનગરના 17 કેન્દ્રો પર 5850 વિદ્યાર્થીઓએ બપોરના સેશનમાં પરીક્ષા આપી.
મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા મહત્વપૂર્ણ હોય છે. કુલ 720 માર્કસના પ્રશ્નપત્રમાં કુલ 180 પ્રશ્નો પૂછાતા હોય છે જેમાં 50 ટકા એટલે કે 90 પ્રશ્નો બાયોલોજીના અને 25 ટકા એટલે 45 પ્રશ્નો ફિઝીક્સના, 25 ટકા 45 પ્રશ્નો કેમેસ્ટ્રીના પ્રશ્નોનો સમાવેશ થાય છે. આ પરીક્ષા બપોરે 2 થી 5 એમ ત્રણ કલાકનો હોય છે.
આ વખતે પરીક્ષામાં બાયોમેટ્રિક દ્વારા ચેકિંગ પણ રાખવામાં આવ્યું હતું, પણ કેન્દ્રો પર પૂરતી વ્યવસ્થા હોવાથી ચેકિંગ ને લીધે વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની પરેશાની જોવા મળી ન હતી. સુરતમાં અમુક કેન્દ્રો ઉપર ધાર્મિક વસ્તુને લીધે રબઝક જોવા મળી હતી. વિદ્યાર્થીઓના અભિપ્રાય જાણતા આ વખતે નીટનું પેપર પ્રમાણમાં સહેલું હતું બાયોલોજીનો વિભાગ એકંદરે વિદ્યાર્થીઓને ખૂબ જ સહેલો લાગ્યો. ફિઝિક્સમાં ગઈ વખતે જે ગ્રાફને એવું બધું પૂછ્યું હતું તે આ વખતે પૂછવામાં આવ્યું ન હતું. અને કેમેસ્ટ્રી પણ સારું રહ્યું દાખલાઓ આ વખતે ઓછા પૂછવામાં આવ્યા હતા.
સરેરાશ રીતે જોઈએ તો ફિઝિક્સનું પેપર વિદ્યાર્થીઓને થોડું અઘરું લાગ્યું. આ વખતે નીટનું પેપર ગયા વખત કરતા પ્રમાણમાં સહેલું હોય કટ ઓફ ઊંચું જવાની પૂરેપૂરી શક્યતા છે. ગયા વર્ષે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 144 માર્કસનું કટ ઓફ રાખવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓના અભિપ્રાય લેતા વિદ્યાર્થીઓ ખૂબ ખુશ હતા. હાલ બપોરના સમય હોય ગરમી વધારે હોય ઘણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓનો અભિપ્રાય હતો કે પરીક્ષા સવારના સેશનમાં રાખવામાં આવે તો વધુ સારું રહે. બાકી ભાવનગરના દરેક પરીક્ષા કેન્દ્રો પર પાણીની અને પંખા ની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી અને સ્ટાફનો સહકાર પણ ખૂબ જ સારો હતો.તેમ ડો. રોહિત એચ. દવે એ જણાવ્યું હતું.
