શ્રોતાજનો સુરસાધનામાં તરબોળ થયા
માંગરોળની ગોપાલ કૃષ્ણ ગૌશાળામાં સંગીતનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. શ્રોતાજનો સુરસાધનામાં તરબોળ બન્યાં હતા. ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી ગાંધીનગર ના આર્થિક સહયોગી તેમજ સપ્તક સંગીત વિદ્યાલય દ્વારા આયોજિત મલ્હાર સંગીત વિદ્યાલય માંગરોળ તેમજ ગોપાલ કૃષ્ણ ગૌશાળા ના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય નગર સેવા સદન માંગરોળના પ્રમુખ ક્રિષ્નાબેન થાપણિયા દ્વારા તથા મુખ્ય મહેમાન ભગવાનજીભાઈ કરગટીયા ધારાસભ્ય માંગરોળ તેમજ રાજકીય આગેવાનો વેલજીભાઈ મસાણી, લીનેશભાઈ, પરેશ ભાઇ તેમજ દીપેશભાઈ વોરા નિલેશભાઈ વોરા તથા સુરત થી વિશેષ ઉપસ્થિત ડોક્ટર હેમાંગભાઈ વ્યાસ ની હાજરીએ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી જેમાં સર્વપ્રથમ કથક નૃત્યના અમિત પંડિતજી મુંબઈ દ્વારા શિવ સ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. ત્યારબાદ મલ્હાર સંગીત વિદ્યાલય ના કલા ગુરુ સુનિલભાઈ કાચા, કોમલબેન સાલસિયા, કોમલબેન કરગઠિયા, જાનકીબેન દાફડા, જયદીપ બારીયા, વૈદેહી કાચા, માધવ તન્ના, અને અભય ગરેજા દ્વારા સુંદર પ્રાર્થના ની રજૂઆત કરવામાં આવી તેમજ ત્યારબાદ મલ્હાર સંગીત વિદ્યાલયના તબલા સાધકો અભય ગરેજા, કેવલ ગોહેલ, રોનક ભસ્તાના, મીત ઠાકર, પ્રિયાંશુ કાચા, અને માધવ તન્ના દ્વારા તાલ કચેરી ની રજૂઆત કરવામાં આવી જેને કલા રસિકોને મંત્રમુગ્ધ કરી દીધા ત્યારબાદ ગૌરવભાઈ પટેલ દ્વારા વાયોલીન વાદન ની રજૂઆત થઈ તેમની સાથે તબલા સંગાથ સુરત થી પધારેલા ઓમ વ્યાસ દ્વારા કરવામાં આવી ત્યારબાદ અંતે શાસ્ત્રીય ગાયન ની પ્રસ્તુતિ સપ્તક સંગીત વિદ્યાલય જુનાગઢ ના કલા ગુરુ વિપુલભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવી ગાયનની સાથે હાર્મોનિયમ સંગાથ વિશાલભાઈ વાઘેલા તેમજ તબલા સંગત ઓમ ભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી અંતે રાગ ભૈરવી માં માતાજીની સ્તુતિ કરી કાર્યક્રમને પૂર્ણ કરેલ આ કાર્યક્રમ માં ઉદ્ભોષક તરીકે આશિષભાઈ પંડ્યા એ ખુબ સરાહનીય કાર્ય કર્યું પ્રસંગે ખાસ સુરતથી પધારેલા ડો. હેમાંગ વ્યાસ તેમજ માંગરોળની કલા રસિક જનતાએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો.
