જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધામાં કર્યું શ્રેષ્ઠ પ્રદર્શન: રાજ્યકક્ષાએ પોરબંદરનું કરશે પ્રતિનિધિત્વ
પોરબંદર નજીક મોકર ગામના બાળકો યોગાસન સ્પર્ધામાં તો વર્ષોથી વિજેતા બનેલી છે,પરંતુ હવે ચેસ સ્પર્ધામાં પણ કાઠું કાઢી રહ્યા છે અને વિજેતા બન્યા છે.
70 મી અખિલ ભારતીય રમતોની જિલ્લાકક્ષાની ચેસ સ્પર્ધાનું આયોજન ગોઢાણીયા કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં શ્રી મોકર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ અંડર-14 કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.તમામ ખેલાડીઓએ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન રજુ કર્યું હતું.જેમાંથી શાળાની બે દીકરીઓએ બાજી મારી હતી.ભુવા રાજેશ્રી ભાવેશભાઈ – દ્વિતીય ક્રમ,શિયાણી સિયા વજુભાઈ-તૃતીય ક્રમ,વિજેતા બનેલી બંને ખેલાડીઓ હવે આગામી દિવસોમાં રાજ્યકક્ષાની સ્પર્ધામાં પોરબંદર જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.ચેસના કોચ અને શાળાના શિક્ષિકા લાખાણા ભાવિશાબેને જણાવ્યું કે,”ચેસ રમત દ્વારા બાળકોનો માનસિક વિકાસ થાય છે અને બાળકોનો આઈ.કયું.પાવર પણ વધે છે. વર્ષ 2023માં શ્રી મોકર પ્રાથમિક શાળામાં ચેસ રમતની શરૂઆત કરવામાં આવી હતી.આજે શાળાના 50 જેટલા બાળકો ખૂબ સારી રીતે ચેસ રમી શકે છે.આગામી દિવસોમાં બાળકો મોબાઈલ મુકીને આવી રમતો તરફ આગળ વધે તે હેતુ સાથે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.”ભાગ લેનાર તમામ ખેલાડીઓ અને વિજેતા થનાર બંને દીકરીઓને સમગ્ર શાળા પરિવાર અને મોકર ગામ વતી અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
