રવિવારે રાજકોટ આવતા મુખ્યમંત્રીના હસ્તે પાણી પુરવઠા, રોડ નેટવર્ક સહિત અનેકવિધ માળખાકીય સુવિધાના ખાતમુર્હુત અને લોકાર્પણ થશે
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આગામી રવિવારે રાજકોટ આવી રહ્યા છે. તેમના હસ્તે રૂ.247.78 કરોડના ખર્ચે શહેરના વિવિક વિકાસ કામના લોકાર્પણ અને ખાતમુર્હુત કરવામા આવનાર છે. મુખ્યપ્રધાન બિલ્ડર એસોસિએશનના એક ફંકશનમાં પણ હાજરી આપવાના છે. જેમા શહેરના રિયલ એસ્ટેટના વિકાસ માટે મહત્વપુર્ણ ચર્ચા અને વિચારોની આપ-લે થશે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર ડો. નેહલ શુકલ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ નેતા ડો. હિરેનભાઈ ખીમાણિયા તથા શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજકોટના વિવિક વિકાસલક્ષી રૂ.94.42 કરોડના કુલ-13 પ્રકલ્પોના લોકાર્પણ તથા રૂ.153.35 કરોડના કુલ-13 પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિતના કુલ રૂ.247.78 કરોડના કુલ-26 પ્રકલ્પોનું લોકાર્પણ – ખાતમુહુર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે રવિવારના સાંજે 5:30 કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના નવનિર્મિત ઓડિટોરિયમ ખાતે કરવામાં આવનાર છે.
