ફિલિપાઈન્સ બાદ હવે થાઈલેન્ડ પણ ભારત પાસેથી બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે

ભારત અને રશિયાના સંયુક્ત સહયોગથી વિકસિત બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ વૈશ્ર્વિક સ્તરે સતત લોકપ્રિય બની રહી છે. ફિલિપાઈન્સ સાથેના સફળ કરાર બાદૃ હવે થાઈલેન્ડ પણ આ અદ્યતન એન્ટી-શિપ મિસાઈલ ખરીદૃવામાં રસ દૃાખવી રહૃાું હોવાનું જાણવા મળે છે. હાલ બંને દૃેશો વચ્ચે પ્રાથમિક સ્તરે ચર્ચા ચાલી રહી છે.
થાઈલેન્ડ લાંબા સમયથી સંતુલિત વિદૃેશ અને રક્ષા નીતિ અપનાવતું આવ્યું છે. અમેરિકા અને ચીન વચ્ચે વધતા વ્યૂહાત્મક તણાવ વચ્ચે તે કોઈ એક દૃેશ પર સંપૂર્ણ નિર્ભર રહેવા માંગતું નથી. ચીન સાથે સારા વેપારી અને આર્થિક સંબંધો હોવા છતાં થાઈલેન્ડ પોતાની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે ભારત જેવા વિશ્ર્વસનીય ભાગીદૃાર પાસેથી આધુનિક રક્ષા ટેકનોલોજી મેળવવા ઈચ્છે છે.
બ્રહ્મોસ મિસાઈલ વિશ્ર્વની સૌથી ઝડપી સુપરસોનિક ક્રૂઝ મિસાઈલોમાંની એક માનવામાં આવે છે. તે મેક ૨.૮થી મેક ૩ની ઝડપે નિશાન ભેદૃી શકે છે, જેના કારણે દૃુશ્મનને પ્રતિક્રિયા આપવા માટે ખૂબ ઓછો સમય મળે છે. તેની સચોટ નિશાન સાધવાની ક્ષમતા તેને અત્યંત અસરકારક બનાવે છે. ઉપરાંત, આ મિસાઈલને જહાજ, સબમરીન, લડાકુ વિમાન તેમજ જમીન પરના મોબાઈલ લોન્ચર પરથી પણ પ્રક્ષેપિત કરી શકાય છે. તેનો એન્ટી-શિપ વેરિઅન્ટ દૃુશ્મનના યુદ્ધજહાજો અને નૌકાદૃળ માટે ગંભીર ખતરો માનવામાં આવે છે.
જો થાઈલેન્ડ સાથે બ્રહ્મોસનો સોદૃો સફળ થાય છે તો ભારતના રક્ષા નિકાસ ક્ષેત્રને દૃક્ષિણ-પૂર્વ એશિયામાં વધુ મજબૂતી મળશે. સાથે જ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય રક્ષા સહકારને પણ નવી દિૃશા મળશે.

રિલેટેડ ન્યૂઝ