કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં વરસાદૃનો કહેર
જમ્મુ કાશ્મીર કિશ્તવાડમાં વાદૃળ ફાટતા ઘરોમાં પાણી ઘૂસ્યા
ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઇવેનો ૨૦ મીટર ભાગ ધસી પડ્યો:હિમાચલમાં ૧૦૨ રસ્તાઓ બંધ
દૃેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદૃને કારણે જનજીવનને અસર થઈ છે. કેરળમાં ભારે વરસાદૃને કારણે ભૂસ્ખલન અને પૂરથી ૮ લોકોના મોત થયા છે, જ્યારે ૮ લોકો ગુમ છે. સરકારે ૨૦૯ રાહત શિબિરો બનાવ્યા છે, જ્યાં ૫,૭૯૨ લોકોને સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા છે.
કર્ણાટકના શિવમોગ્ગા જિલ્લામાં રવિવારે સવારે ભૂસ્ખલનમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત થયા. મૃતકોમાં મલ્લિકાર્જુન (૩૫), તેમની પત્ની નાગવેણી (૨૮) અને ૩ વર્ષનો પુત્ર સંતોષનો સમાવેશ થાય છે. દૃુર્ઘટના સમયે ત્રણેય પહાડી પાસેના ઘરમાં સૂઈ રહૃાા હતા.
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં શનિવારે વાદૃળ ફાટવાને કારણે અચાનક પૂર આવ્યું. ઘણા મકાનો અને દૃુકાનોને નુકસાન થયું, બે કાર તણાઈ ગઈ અને રસ્તાઓ પર કાટમાળ ભરાઈ ગયો. સાવચેતીના ભાગરૂપે કિશ્તવાડ, ડોડા અને રામબાનની તમામ સ્કૂલો બંધ કરી દૃેવામાં આવી છે.
જ્યારે ઉત્તરકાશીમાં યમુનોત્રી નેશનલ હાઈવે પર ભૂસ્ખલન થયું. ચમોલીના ગૌચર પાસે કમેડામાં બદ્રીનાથ હાઈવેનો ૨૦ મીટરનો ભાગ ધસી પડ્યો, જેના કારણે વાહનવ્યવહાર વન-વે કરી દૃેવામાં આવ્યો છે.
કેરળમાં શનિવારે પડેલા મુશળધાર વરસાદૃ અને ભૂસ્ખલનના કારણે મોટી ખુવારી સર્જાઈ છે. વરસાદૃ સંબંધિત વિવિધ ઘટનાઓમાં ૮ લોકોના મોત થયા છે જ્યારે ૮ લોકો હજુ પણ ગુમ છે. આ પરિસ્થિતિને પગલે રાજ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં ૨૭ ઘરો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે, જ્યારે ૧૯૬ ઘરોને અંશત: નુકસાન પહોંચ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ૨૦૯ રાહત શિબિરો શરૂ કરવામાં આવ્યા છે, જેમાં ૫,૭૯૨ લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવ્યા છે. કન્નૂર જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે અસર પડી છે, જ્યાંથી ૫૦૦થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા છે.
મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારો, ઘર ગુમાવનારા અને રોજીરોટી ગુમાવનારા તમામ લોકોને ઝડપથી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે. વરસાદૃનું જોર ઘટવા છતાં પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ભારે સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે આગોતરા પગલાં લેવાઈ રહૃાા છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ ૧૧૫ એમએમથી ૨૦૪ એમએમ સુધીના અતિભારે વરસાદૃની શક્યતા રહેલી છે. મહેસૂલ મંત્રીના જણાવ્યા મુજબ પરિસ્થિતિ હાલ નિયંત્રણ હેઠળ છે. ક્ષતિગ્રસ્ત થયેલા ઘણા રસ્તાઓ પર વાહનવ્યવહાર પુન:શરૂ કરવામાં આવ્યો છે, પરંતુ કેટલીક જગ્યાએ હજુ પણ પાણી ભરાવાના કારણે વાહનવ્યવહાર પર પ્રતિબંધ છે. કોઝિકોડ શહેરના મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાતાં વેપાર-ધંધા અને વાહનવ્યવહારને માઠી અસર પહોંચી છે.
કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીડ્ઢસ્છ) અનુસાર કન્નૂર જિલ્લાના અય્યનકુન્નુ વિસ્તારમાં સૌથી વધુ ૩૨૦ દ્બદ્બ વરસાદૃ નોંધાયો હતો. આ સિવાય ઉત્તર મલબાર ક્ષેત્રમાં ૯૦ દ્બદ્બ થી ૧૮૦ દ્બદ્બ સુધીનો વરસાદૃ પડતાં પથાનમથિટ્ટા, ઇડુક્કી, વાયનાડ, કોટ્ટાયમ, કોઝિકોડ અને કન્નૂરના નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા હતા.
વરસાદૃ થંભતાં મોટાભાગના ડેમના દૃરવાજા બંધ કરવામાં આવ્યા છે. જોકે ઇડુક્કી, પથાનમથિટ્ટા અને થ્રિસુરના વીજ ઉત્પાદૃન કરતા ડેમમાં પાણીનું સ્તર હજુ પણ રેડ એલર્ટની સપાટી પર છે. કોચિના અલુવા સ્થિત પ્રસિદ્ધ શિવ મંદિૃર ક્ષેત્રમાં પણ નદૃીના પાણી ફરી વળ્યા છે.
પાણી ઓસરતાંની સાથે જ સફાઈ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. સ્વયંસેવકો, જનપ્રતિનિધિઓ અને રાજકીય પક્ષોના કાર્યકરોને સફાઈ અભિયાનમાં જોડાવા અપીલ કરાઈ છે, જેમને સરકાર તરફથી જરૂરી પૂરો સહયોગ અપાશે.
અસમમાં પૂરની સ્થિતિમાં શનિવારે મામૂલી સુધારો નોંધાયો છે અને પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને ૧.૭૮ ઙ્મટ્ઠાર થઈ ગઈ છે, જોકે પૂરથી પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા વધીને ૭ થઈ ગઈ છે. અસમ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (છજીડ્ઢસ્છ) મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં કોઈ નવા મૃત્યુના સમાચાર નથી અને પૂરથી મરનારાઓની કુલ સંખ્યા ૮૨ બનેલી છે. શિવસાગર અને નુમાલીગઢ (ગોલાઘાટ) માં દિૃક્ષૌ અને ધનસિરી (દૃક્ષિણ) નદૃીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે.
જ્યારે ગોલાઘાટ, શિવસાગર, ચરાઈદૃેવ, બાજાલી, ધેમાજી, સોનિતપુર અને જોરહાટ જિલ્લાઓ હજુ પણ પૂરની લપેટમાં છે. વર્તમાન સમયમાં ૨૧૮ રાહત કેમ્પમાં ૭૧,૮૮૯ લોકો રહી રહૃાા છે અને ૧,૮૧૧ રાહત વિતરણ કેન્દ્રો દ્વારા ભોજન, પીવાનું પાણી અને અન્ય જીવનજરૂરી વસ્તુઓ પૂરી પાડવામાં આવી રહી છે.
દૃેશના ઘણા રાજ્યોમાં પડી રહેલો વરસાદૃ આફત બની રહૃાો છે. કેરળ અન્ો કર્ણાટકમાં ભારે વરસાદૃ અન્ો ભૂસ્ખલનથી ૧૧ લોકોના મોત થયા છે જ્યારે ૮ લોકો ગુમ છે. જે કાટમાળ નીચે દૃબાઈ ગયા હોવાની આશંકા છે. ઉપરાંત જમ્મુ કાશ્મીર, કિશ્તવાડમાં શનિવારે વાદૃળ ફાટતા અચાનક પ્ાૂર આવતા અન્ોક ઘરો અન્ો દૃુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. રસ્તાઓ પર કાટમાળ પથરાઈ ગયો છે. કિશ્તવાડ, ડોડા અન્ો રામબનમાં તમામ સ્કૂલો બંધ રખાઈ છે. ઉત્તરાખંડના ચમોલીના કર્મૂડામાં ભૂસ્ખલન થતા બદ્રીનાથ હાઇવે વન-વે કરી દૃેવામાં આવ્યો છે. તસવીરોમાં ડાબ્ોથી કર્ણાટકમાં શિવમોગાના ઇન્દિૃરાનગરમાં ભૂસ્ખલન થતા એક મકાન દૃબાઈ જવાથી એક જ પરિવારના ૩ સભ્યોના મોત થયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. પછીની તસવીર જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં વાદૃળ ફાટતા ત્રાગુ વિસ્તારમાં અચાનક આવેલા પુરમાં કેટલાક મકાનો ધરાશાયી થતા કાટમાળ હટાવવાનું કામ ચાલી રહૃાું છે.
