વિસાવદર નગર પાલીકામાં વિશેષ સફાઈ અભિયાન માટે રાજ્ય સરકાર દ્વારા રૂ.પાંચ લાખની માતબર રકમ ની ગ્રાન્ટ ફાળવવામા આવેલ જેમા છ વોર્ડ મા બાર સફાઈ કર્મચારીઓ અને ટ્રેક્ટર સાથે રાખી ને સફાઈ અભિયાન ચલાવવાનુ હતુ અને આ કામ નગર પાલીકા પોતે ડીપાર્ટમેન્ટલી કરવાનુ હતુ અથવા તો કરી શકે તેમ હતી પરંતુ નગર પાલીકા વિસાવદર ના પ્રમુખ ના પ્રતિનિધી દ્વારા ગેરકાયદેસર રિતે અને ચુટાયેલા સદસ્યો ને અંધારા મા રાખી ને તત્કાલીન ચીફ ઓફિસર. એકાઉન્ટ. સેનીટેશન ઈન્સ્પેક્ટર ની મીલી ભગત થી પ્રમુખ ના પ્રતિનિધી એવા તેમના પતિ દેવ દ્વારા ગેરકાયદેસર રિતે તેમના પત્ની જેવીજ સહી કરી ને અમરેલી ની એજન્સી એમ. એસ. ડી. સી. ઈન્ફ્રા. એન્ડ સોલીડ વેસ્ટ નામ ની કંપની ને ગેરકાયદેસર રિતે વર્ક ઓર્ડર આપવામા આવેલ તેમજ બિલ વાઉચર હાજરી પત્રકમા દર્શાવ્યા મુજબ તદન વિરૂદ્ધ અને વિસંગતતા જણાઈ આવે છે જેમા બિલ વાઉચર મા જે કર્મચારી ને જે રકમ ચુકવવવામા આવેલ જાહેર કરે છે તે મુજબ કર્મચારીઓ ને વેતન આપવા મા આવેલ નથી કર્મચારીઓ ને માસીક વેતન (પગાર)માત્ર રૂ.આઢ હજાર ચુકવવા મા આવેલ છે તેવુ સફાઈ કર્મચારીઓ ને પુછતા જણાવેલ છે આમ સરકાર ના લઘુતમ વેતન ના કાયદાનો ભંગ કરવા મા આવેલ છે તેમજ ટ્રેક્ટર ના રોજ ના બેહજર એકસો પચાસ રૂ.જે ઉધારવા મા આવેલ છે તેવુ બિલ વાઉચર મા દર્શાવેલ છે પરંતૂ હકકીકતે આ સફાઈ અભિયાન મા ટ્રેક્ટર નો ઉપયોગ થયેલ ન હોય તેવુ ભારતીય જનતા પક્ષ ના ચુટાયેલ સદસ્યો દ્વારા જણાવેલ છે આમ ટ્રેક્ટર ભાડા ના રૂ.એકલાખ પાસઠ હજાર બસ્સો એસી રૂ ની નાણાંકીય ઉચાપત થઇ હોવા નુ તેમજ સફાઈ કર્મચારીઓ ના ચુકવાયેલ નાણા અને બિલ વાઉચર મા ઉધારવા મા આવેલ નાણા નો કોઈ હિસાબ સરભર સરભર થતો ન હોવાનુ સદસ્યો જાહેર મા સ્વીકાર કરી રહ્યા છે..ટુક સમય મા આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે માટે કાનુની નિષ્ણાત ની સલાહ લેવાઇ રહી છે..હાલ તો વિસાવદર શહેર મા વિસાવદર નગર પાલીકા ના પ્રમુખ તેમના પતિ..તત્કાલીન ચીફ ઓફિસર. એકાઉન્ટ. સેનીટેશન ઈન્સ્પેક્ટર સામે વિસાવદર શહેરમા ભારે રોષ ફેલાઈ રહ્યો છે…વિશેષ વિગતો મેળવાઇ રહી છે.
રિલેટેડ ન્યૂઝ
-
ઉના: ખાપટના દારૂકાંડનો પાણીઢોળ આચાર્ય પર ઉઠ્યા સવાલ
સરસ્વતીના મંદિર સમાન શાળામાં સગીર પાસે દારૂ મંગાવનાર શિક્ષકના ગંભીર કૃત્યને સામે લાવનાર આચાર્ય પર ફરિયાદના... -
ધાતરવડી-2 ડેમ ઓવરફ્લો: 1 દરવાજો ખોલાયો – નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રની અપીલ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે આવેલ ઘાતરવડી-2 ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની... -
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે વેપાર-ઉદ્યોગનાં પ્રશ્ર્નોની રજૂઆત
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં માધ્યમથી આજરોજ ગુજરાતની વિવિધ જીલ્લાની રીજીયોનલ ચેમ્બરનાં વેપાર-ઉદ્યોગ ને લગતા...
