સરસ્વતીના મંદિર સમાન શાળામાં સગીર પાસે દારૂ મંગાવનાર શિક્ષકના ગંભીર કૃત્યને સામે લાવનાર આચાર્ય પર ફરિયાદના આદેશથી શિક્ષણ તંત્રમાં ખળભળાટ, કોણ કોને બચાવી રહ્યું છે ?
ખાપટ પ્રાથમિક શાળામાં 20 જુલાઈ ના સામે આવેલા કથિત દારૂકાંડ નો વિવાદ હવે નવા વળાંક પર પહોંચી ગયો છે. શરૂઆત માં સરસ્વતી ના મંદિર સમાન શાળામાં ચાલતી ગેરરીતિઓ અને શિસ્તભંગના મુદ્દા ઓ સામે અવાજ ઉઠાવનાર આચાર્ય જ હવે નિશાન પર આવી ગયા છે. જિલ્લા શિક્ષણાધિકારી તરફથી ફરિયાદના આદેશ બાદ સમગ્ર શિક્ષણ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે.એક તરફ આચાર્યે શાળામાં ચાલતી કથિત ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હોવાના દાવા છે, તો બીજી તરફ હવે એ જ આચાર્ય સામે કાર્યવાહી કેમ થઈ રહી છે તે મુદ્દે શિક્ષણ જગત માં ભારે ચર્ચા છે.
સમગ્ર ઘટનાક્રમમાં કોણ કોને બચાવી રહ્યું છે? તેવો સવાલ વધુ તીવ્ર બન્યો છે.ડીડીઓની તપાસ બાદ પણ કાર્યવાહી કેમ અધૂરી? પ્રકરણ ગંભીર બનતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ સમિતિ રચવામાં આવી હતી. નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિતની ટીમે સ્થળ પર જઈ શિક્ષકો,આચાર્ય અને વિધાર્થીઓના નિવેદન લઈ તપાસ કરી હોવાનું પણ સામે આવ્યું છે. તપાસ દરમિયાન અનેક મુદ્દાઓ અંગેની ચોંકાવનારી હકીકતો બહાર આવી હોવાના દાવા છે.પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે તપાસ અહેવાલ બાદ જવાબદારી નક્કી કરવાનીજગ્યા એ ફરીથી આચાર્ય સામે જ ફરિયાદના આદેશ કેમ આપવામાં આવ્યા? જો તપાસમાં કોઈ અન્ય અધિકારી કે કર્મચારીની ભૂમિકા સામે આવી હોય તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ કે પછી સમગ્ર જવાબદારી નો આચાર્ય પર પાણીઢોળ કરવાના હીન પ્રયાસો થઈ રહ્યા છે? આક્ષેપો મુજબ ખાપટ પ્રાથમિક શાળાને વધુ સુવ્યવસ્થિત અને ગુણવત્તાસભર બનાવવા માટે આચાર્યે અનેક પગલાં લીધા હતા. શાળા માં ચાલતી કથિત અનિયમિતતાઓ સામે તેમણે અવાજ ઉઠાવ્યો હતો.
પરંતુ હવે એ જ આચાર્ય સામે ફરિયાદના આદેશો થતાં પ્રશ્ન ઊભો થાય છે કે શું પારદર્શકતા માટે કામ કરનાર અધિકારીને જ દબાવવા નો પ્રયાસ થઈ રહ્યો છે?અથવા કોઈ વગદાર વ્યક્તિ કે તંત્રના અન્ય સ્તરને બચાવવા માટે આચાર્યને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે? સમગ્ર મામલામાં ઈઈઝટ ફૂટેજ પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. આચાર્યે મીડિયા સમક્ષ કેટલાક ફૂટેજ રજૂ કર્યા હોવાની ચર્ચા છે.હવે સવાલ એ છે કેઆ ફૂટેજ જાહેર કરવાનો નિર્ણય આચાર્યે પોતાની રીતે લીધો હતો કે કોઈ ઉચ્ચ અધિકારીની સૂચનાથી?જો સૂચના આપવા માં આવી હોય તો પછી માત્ર આચાર્ય સામેજ કાર્યવાહી કેમ? ઈઈઝટ આપવાની જવાબદારી કોની આચાર્યની કે સૂચના આપનાર અધિકારીની? આ મુદ્દે પણ સ્પષ્ટતા જરૂરી બની છે.
પ્રકરણની હકીકત બહાર લાવવા માટે હવે 9 જુલાઈથી અત્યાર સુધીના સત્તાવાર સંદેશાવ્યવહાર અને ફાઇલ મૂવમેન્ટની તપાસની માંગ ઉઠી છે.કયા અધિકારીએ કોની સાથે, ક્યારે અને કયા સંદર્ભમાં વાતચીત કરી જો આ વિગતોની તપાસ થાય તો સમગ્ર ઘટનાક્રમની કડીઓ વધુ સ્પષ્ટ થઈ શકે છે.અહીં વાત ખાનગી સંચારની નહીં પરંતુ સત્તાવાર સરકારી રેકોર્ડ અને દસ્તાવેજોની તપાસની છે, જેનાથી સત્ય બહાર આવી શકે ચર્ચા એવી પણ છે કે અગાઉ એ શિક્ષક સામે નશાની હાલત માં શાળામાં હાજર રહેવાનો આક્ષેપ થયો હતો અને તેમને નોટિસ આપવામાં આવી હતી. બાદમાં તબીબી કારણો દર્શાવી મામલો હળવો પાડવામાં આવ્યો હોવાની વાત છે જો આ સાચું હોય તો સવાલ એ છે કે શું આ બાબતના મેડિકલ પુરાવા અને સત્તાવાર રેકોર્ડ તપાસાયા હતા? માત્ર તબીબી કારણ દર્શાવીને ગંભીર આક્ષેપો ખારિજ થઈ શકે કે નહીં આ મુદ્દે પણ સ્પષ્ટતા જરૂરી છે.
અધિકારીઓની ભૂમિકા કેમ તપાસના દાયરામાં નથી?
આ સમગ્ર મામલામાં માત્ર આચાર્ય નહીં પરંતુ તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવવી જોઈએ તેવી માંગ ઉઠી છે.તપાસ સમિતિનો અહેવાલ શું કહે છે? જો જવાબદારી નક્કી થઈ હોય તો કાર્યવાહી કેમ નથી થઈ? અને જો નહીં થઈ હોય તો અહેવાલ જાહેર કેમ નથી કરવામાં આવ્યો? જવાબ વિના સમગ્ર પ્રક્રિયા પર શંકા ઊભી થવી સ્વાભાવિક છે.
રજા પર ઉતરેલા અધિકારીઓ પણ ચર્ચામાં
આચાર્ય પર પોલીસ ફરિયાદના આદેશો બાદ કેટલાક અધિકારીઓ રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચા છે. જો આ સાચું હોય તો તેના સમયક્રમ અને કારણોની પણ તપાસ થવી જરૂરી છે.ફરિયાદ, તપાસ અને રજાઓ વચ્ચે કોઈ સંબંધ છે કે માત્ર સંયોગઆ મુદ્દો પણ તપાસનો ભાગ બનવો જોઈએ.
શિક્ષણ તંત્રનો મૂળ હેતુ શું?
શાળાઓમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે સરકારની મુખ્ય જવાબદારી છે. જો કોઈ આચાર્ય શિસ્ત અને પારદર્શકતા માટે અવાજ ઉઠાવે તો તેને સુરક્ષા મળવી જોઈએ.બીજી તરફ જો કોઈ નિયમભંગ કરે તો તેની સામે પણ સમાન રીતે કાર્યવાહી થવી જોઈએ.નિયમો સૌ માટે સમાન હોવો જોઈએ આ જ સમગ્ર પ્રકરણની કસોટી છે.
ડીડીઓની તપાસ સમિતિના અહેવાલમાં શું બહાર આવ્યું?
જો ઈઈઝટ કોઈની સૂચનાથી આપવામાં આવ્યા હતા તો આચાર્ય સામે ફરિયાદનો આધાર શું છે?કથિત દારૂકાંડ માં અન્ય જવાબદાર સામે કાર્યવાહી કેમ નથી થઈ? આ સવાલોના જવાબ મળ્યા બાદ જ સ્પષ્ટ થશે કે ખરેખર કોણ કોને બચાવી રહ્યું છે.હાલમાં સમગ્ર મામલો આક્ષેપો અને દાવાઓના આધારે ચર્ચામાં છે. સત્ય બહાર લાવવા માટે શિક્ષણ વિભાગે તટસ્થ, પારદર્શક અને સમયબદ્ધ તપાસ કરવી જરૂરી બની છે
ડી.ડી.ઓ ની તપાસ સમિતિ ના એહવાલ મા શું બહાર આવ્યું?તે મગનું નામ મરી પાડતા અધિકારી મૌન કેમ બની રહ્યા છે!
