રતનપરમાંથી કિર્તી પટેલની ધરપકડ સવારમાં જ ઘરમાંથી દબોચી લેવાઈ

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા હરિઓમ નગર વિસ્તારમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે જેમાં જોરાવર નગર પોલીસ અને પુણા પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને જેને આધારે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે.
ભાવનગરના વેપારી રાજુભાઈ ભમરે કીર્તિ પટેલ વિરોધમાં સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને તેમના પરિવારને બદનામ કરવા અંગેની ગંભીર ધમકીઓ અને ખંડણી નો આક્ષેપ લગાવવામાં આવ્યો હતો
જેના આધારે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે રતનપર ખાતે કીર્તિ પટેલ તેના પરિવાર સાથે વસવાટ કરી રહી હતી મોડી રાત્રે જુનાગઢ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરી અને કીર્તિ પટેલ સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં આવેલા હરિઓમ નગર વિસ્તારમાં પોતાના ઘરે રોકાઈ હતી અને માતા ભાભી ભાઈ સાથે તે રોકાઈ હોવાનું પણ સામે આવ્યું હતું.
આ મુદ્દે મોબાઈલ લોકેશન અને અન્ય વસ્તુઓ પોલીસ દ્વારા એકત્રિત કરવામાં આવી હતી અને પોતાના સોર્સ પણ કામે લગાવવામાં આવ્યા હતા જે આધારે વહેલી સવારે સાત વાગ્યે મહિલા પોલીસને સાથે લઈ જઈ અને રતનપર હરિઓમ નગર વિસ્તારમાં જોરાવર નગર પોલીસ અને પુણા પોલીસ દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી ધમકી સહીતને ખંડણી માંગવા સહિતના ગુનાઓ તેના ઉપર દાખલ થયેલા છે.

રિલેટેડ ન્યૂઝ