સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારોની ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે વેપાર-ઉદ્યોગનાં પ્રશ્ર્નોની રજૂઆત

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનાં માધ્યમથી આજરોજ ગુજરાતની વિવિધ જીલ્લાની રીજીયોનલ ચેમ્બરનાં વેપાર-ઉદ્યોગ ને લગતા પ્રશ્નોની રજૂઆત માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ગાંધીનગર ખાતે રુબરુ મુલાકાત લીધેલ અને ભાવનગર જીલ્લાનાં વેપાર-ઉદ્યોગનાં પ્રશ્નોની રજૂઆત કરેલ. આ રજૂઆતમાં ચેમ્બર પ્રમુખ તેજસભાઈ શેઠ, ઉપ-પ્રમુખ અશોકભાઈ કોટડીયા અને માનદ્દ મંત્રી જીગ્નેશભાઈ સવાણી સહભાગી થયેલ.
જે પ્રશ્નો રજુ કરેલ તેમાં ભાવનગરથી સુરત થઈને દિલ્હીની ફ્લાઈટ, સોલ્ટ ઇન્ડસ્ટ્રીઝને લગતા પ્રશ્નો, ચિત્રા જીઆઇડીસીને લગતા પ્રશ્નો તથા માઢીયા ખાતે વ્હીકલ સ્ક્રેપ યાર્ડ અને ખેતા ખાટલી ગામ ખાતે જાહેર થયેલ નોન-હઝાર્ડસ કેમિકલ્સ જીઆઇડીસીનું સત્વરે નિર્માણ થાય, આ ઉપરાંત આઈટી અને ટેક્ષટાઈલ પાર્ક માટે વસાહતનું નિર્માણ કરવામાં આવે, સીએનજી ટર્મિનલની કામગીરી સત્વરે પૂર્ણ થાય, ગુજરાત સરકારશ્રી અથવા પ્રાઈવેટ સેક્ટર દ્વારા મોટા ઔદ્યોગિક એકમોની ભાવનગર ખાતે સ્થપના થાય, સ્ટેડીયમ અને ક્ધવેશન કમ એક્ઝીબીશન સેન્ટરનું નિર્માણ થાય, સૂચિત અમદાવાદ-ધોલેરા મેટ્રોલાઈનને ભાવનગર સુધી લંબાવવા બાબત અને જામનગર-રાજકોટ-ભાવનગર-ભરૂચ એક્ષપ્રેસ વે ની કામગીરી સત્વરે શરૂ થાય વગેરે પ્રશ્નોની વિગતવાર રજૂઆત કરવામાં આવેલ. જેને સાંભળી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સાનૂકુળ પ્રતિસાદ આપવામાં આવેલ.

રિલેટેડ ન્યૂઝ