સંસ્કૃત દ્વારા પ્રાચીન જ્ઞાનસંપદાનું અન્વેષણ
વેરાવળમાં નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, ચાંડુવાવ ખાતે “સંસ્કૃત દ્વારા પ્રાચીન જ્ઞાનસંપદા નું અન્વેષણ” વિષયક નિષ્ણાત વ્યાખ્યાન યોજાયું હતું.
ચાંડુવાવ સ્થિત વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત નારણદાસ જેઠાલાલ સોનેચા મેનેજમેન્ટ એન્ડ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે “સંસ્કૃત દ્વારા પ્રાચીન જ્ઞાનસંપદા નું અન્વેષણ” (ઊડ્ઢાહજ્ઞશિક્ષલ ફક્ષ અક્ષભશયક્ષિં ઝયિફતીયિ વિંજ્ઞિીલવ જફક્ષતસશિિ)ં વિષય પર એક પ્રેરણાદાયી નિષ્ણાત વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ના નિષ્ણાત વક્તા તરીકે ડો. મંગલવર્ધનદાસ એમ. સાધુ, સહાયક પ્રાધ્યાપક, શિવતત્વ અનુસંધાન પીઠ તથા સંયોજક, પ્રાચ્ય વિધ્યા અનુસંઘાન અને પ્રશિક્ષણ કેન્દ્ર, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ઉપસ્થિત રહી પોતાના વ્યાખ્યાનમાં સંસ્કૃત ભાષાની વૈજ્ઞાનિકતા, ભારતીય જ્ઞાન પરંપરાની સમૃદ્ધિ તેમજ વેદ, ઉપનિષદ, દર્શનશાસ્ત્ર અને અન્ય પ્રાચીન ગ્રંથોમાં રહેલા જ્ઞાનના આધુનિક જીવન, શિક્ષણ, મેનેજમેન્ટ અને માનવ કલ્યાણ માટેના મહત્વ ને સરળ અને રસપ્રદ રીતે સમજાવ્યું. તેમણે જણાવ્યું કે ભારતીય જ્ઞાન પરંપરાના અસીમ ખજાનાને સમજવા માટે સંસ્કૃત ભાષાનું જ્ઞાન અત્યંત આવશ્યક છે. આ કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી માં નવલભાઈ ભવસાર, ગિરીશભાઈ ઠક્કર, કેમ્પસ ડાયરેક્ટર ડો. જાગૃત વસાવડા સહિત અધ્યાપક ગણ, બિન અધ્યાપક કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડો. પ્રદીપ મહેતા, વડા, એમ.બી.એ. વિભાગ દ્વારા કરેલ અને અંતે મયુર ગઢીયા, વડા, આઈ.એમ.સી.એ. વિભાગ દ્વારા આભાર વિધિ કરેલ હતા. વિદ્યાર્થીઓ માટે ભારતીય જ્ઞાન પરંપરા, સંસ્કૃત ભાષા અને તેના વૈશ્વિક મહત્વ ને સમજવાનો એક પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક અવસર સાબિત થયો. સંસ્થા દ્વારા ભવિષ્યમાં પણ આવા શૈક્ષણિક અને મૂલ્યવર્ધક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે તેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
