વીજ કંપની અને તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને સત્તાના દુરુપયોગ સામે લડત

ઊર્જામંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરી ઉચ્ચસ્તરીય તપાસની માંગ

ગુજરાત રાજ્યમાં વીજ ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા અને વીજ વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવવાની માંગ સાથે, જાગૃત પત્રકાર મુકેશ રીબડીયા દ્વારા રાજ્યના માનનીય ઊર્જા મંત્રીશ્રી સમક્ષ વીજ બોર્ડ અને વીજ કંપનીઓમાં ચાલી રહેલા વ્યાપક ભ્રષ્ટાચાર તથા ગેરરીતિઓ અંગે લેખિતમાં ગંભીર રજૂઆત કરવામાં આવી છે. વીજ તંત્રમાં સંકળાયેલા અધિકારીઓની મિલીભગત અને લાપરવાહીને કારણે સામાન્ય પ્રજા અને સરકારી તંત્રને મોટું નુકસાન થઈ રહ્યું છે, જેને લઈને નીચે મુજબના મુખ્ય કાનૂની અને તથ્યાત્મક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે: 1. જ્યોતિગ્રામ યોજનામાં અનિયમિતતા અને લાંચ-રુશ્વત: સરકારી નીતિ અને નિયમો મુજબ તમામ વિસ્તારોમાં 24 કલાક વીજળી પૂરી પાડવાની જોગવાઈ ન હોવા છતાં, ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા નાણાકીય લેવડ-દેવડ (લાંચ) કરીને અંગત સ્વાર્થ ખાતર કેટલાક ગ્રાહકોને ગેરકાયદેસર રીતે 24 કલાક વીજ જોડાણો ફાળવવામાં આવ્યા છે, જે ’પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ’ હેઠળ ગંભીર ગુનો છે. 2. મેઈન્ટેનન્સના નામે નાણાકીય ગોટાળા: વીજ વિતરણ વ્યવસ્થામાં દર ત્રણ વર્ષે ’મેઈન્ટેનન્સ’ના નામે ખોટા અને બોગસ ખર્ચ દર્શાવીને ગ્રાહકો તથા સરકારી ખાતા પર અનાવશ્યક નાણાકીય બોજ નાખવામાં આવે છે, જેની ઉચ્ચસ્તરીય નાણાકીય તપાસ થવી અનિવાર્ય છે. 3. ફરજમાં બેદરકારી અને સેવાઓમાં વિલંબ: ગ્રાહકો દ્વારા વીજ પુરવઠાને લગતી ફરિયાદો (ઋફીહતિં) નોંધાવ્યા છતાં, તંત્ર દ્વારા 6 થી 8 કલાક જેવા લાંબા સમય સુધી તેનું નિરાકરણ કરવામાં આવતું નથી, જે ગ્રાહક અધિકારોનો સ્પષ્ટ ભંગ છે. 4. વીજ ચોરી અને સત્તાવાર સંડોવણી: નગરપાલિકા હસ્તકની સ્ટ્રીટ લાઈટ્સના વીજ જોડાણમાંથી બારોબાર ગેરકાયદેસર કનેક્શનો મેળવીને વ્યાપક પ્રમાણમાં વીજ ચોરી થઈ રહી છે, જેમાં વીજ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની હપ્તાખોરી ખુલ્લેઆમ ચાલી રહી છે. 5. બેનામી અને અવૈધ સંપત્તિનું અર્જન: સંબંધિત વીજ અધિકારીઓ દ્વારા પોતાના પદનોુરુપયોગ કરી, મોટા પાયે ભ્રષ્ટાચાર આચરીને આવક કરતા વધુ પ્રમાણમાં (ઉશતાજ્ઞિાજ્ઞિશિંજ્ઞક્ષફયિં અતતયતિં) અપ્રામાણિક માધ્યમોથી અવૈધ સંપત્તિઓ વસાવવામાં આવી છે. 6. ભંગાર (જભફિા) ની ગેરકાયદેસર નિકાલ અને ચોરી: વીજ વિભાગના જૂના લોખંડ, વાયરો અને અન્ય ભંગાર સામગ્રીની સરકારી નિયમો અનુસાર હરાજી કે નિકાલ કરવાના બદલે, અધિકારીઓ દ્વારા બારોબાર મેળાપીપણાથી અંગત લાભ માટે સેટલમેન્ટ કરી સરકારી માલમિલકતની ઉચાપત કરવામાં આવી રહી છે. રાજ્યના નાગરિકોને પારદર્શક, ભ્રષ્ટાચાર મુક્ત અને ઉત્તમ વીજ સેવાઓ મળી રહે તે માટે આ તમામ મુદ્દાઓની ગંભીરતાપૂર્વક નોંધ લઈને તાત્કાલિક ધોરણે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવે અને કસૂરવાર અધિકારીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઊભી થઈ છે.

રિલેટેડ ન્યૂઝ