HDFC સીક્યોરિટીઝે આજે પોતાના ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્લેટફોર્મ, HDFC SKY (એચડીએફસી સ્કાય)પર પોતાની અત્યાધુનિક ફ્યુચર્સ એન્ડ ઑપ્શન્સ ક્ષમતાઓ વધારવાની જાહેરાત કરી હતી. જ્યારે સૌરાષ્ટ્રનું નાણાકીય અને વાણિજ્યિક કેન્દ્ર ગણાતાં રાજકોટ રિટેલ ઇક્વિટી અને ડેરિવેટિવ્સમાં ભાગીદારી માટે પશ્ચિમ ભારતનાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતાં કેન્દ્ર પૈકીનાં એક તરીકે વિકસી રહ્યું છે, ત્યારે આ પગલું ભરવામાં આવ્યું છે. અમલમાં વિલંબ, હેજ કર્યા વિનાનું જોખમ અને માર્જિનની જટિલતા જેવી ટ્રેડરની અસલી સમસ્યાઓનું સમાધાન કરવા માટે તૈયાર કરવું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મની વિવિધ સુવિધાઓ દેશભરના સક્રિય ટ્રેડર માટે HDFC SKY ની સ્થિતિને મનપસંદ ડેસ્ટિનેશનલ તરીકે મજબૂત કરે છે. આ ડિજિટલ અપગ્રેડ સાથે ઇંઉઋઈ સીક્યોરિટીઝ ઑગસ્ટ, 2026માં રાજકોટમાં રોકાણકારો સુધી પહોંચવા એક મહિનાનું ઑન-ગ્રાઉન્ડ અભિયાન શરૂ કરી રહી છે, જેથી શિસ્તબદ્ધ રીતે ટ્રેડિંગ અને જોખમનાં વ્યવસ્થાનને પ્રોત્સાહન આપી શકાય.
આ અંગેHDFC SKY સીક્યોરિટીઝના ખઉ અને ઈઊઘ શ્રી ધીરજ રેલીએ કહ્યું હતું, અમે મેટ્રો મહાનગરોની બહાર ડેરિવેટિવ્સમાં લોકોની ભાગીદારીમાં મોટો વધારો જોઈ રહ્યાં છીએ, જેમાં રાજકોટ જેવું મહત્વપૂર્ણ કેન્દ્ર મોટી ટ્રેડિંગ સેન્ટર તરીકે વિકસી રહ્યું છે. જોકે, વધારે સક્રિયતાની સાથે જોખમનું મજબૂત વ્યવસ્થાન અને સંસ્થાગત ધોરણે ટૂલ્સનો સમન્વય થવો બહુ જરૂરી છે. HDFC SKY પર અમારી સંવર્ધિત ઋઘ ક્ષમતાઓ ટ્રેડરને કામગીરીની સ્પીડથી લઈને વ્યૂહરચના બનાવવા સુધીના રોજિંદા વાસ્તવિક અને વ્યવહારિક પડકારોનું સમાધાન કરવા બનાવવામાં આવી છે. રોકાણકારોને ઉચિત ટૂલ્સ, ડેટા અને આત્મવિશ્વાસ આપીને અમે ટ્રેડરનું રોજિંદા જીવન સરળ બનાવી રહ્યાં છીએ અને વધઘટ થતાં બજારમાં સલામત રીતે કામગીરી કરવામાં મદદ કરી રહ્યાં છીએ.
