SBI જનરલ ઈન્શ્યોરન્સે પંકજ ત્રિપાઠીનો અભિનય ધરાવતી ન્યુ મોટર ઈન્શ્યોરન્સ ફિલ્મ લોંચ કરી

ચુનિયે ભરોસા, અપનો સા’ કેમ્પેઈન અંતર્ગત આ ફિલ્મ દરરોજના નિર્ણયોમાં વિશ્વાસના મહત્વતાને દર્શાવે છે અને ગ્રાહકોને એવા મોટર ઈન્શ્યોરન્સ પાર્ટનરને પસંદ કરવા પ્રોત્સાહન આપે છે કે જેના પર તેઓ ખરા અર્થમાં વિશ્વાસ કરી શકે.
ભારતની અગ્રણી જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકીની એક જઇઈં જનરલ ઈન્શ્યોરન્સે તેના ઈન્ટીગ્રેટેડ બ્રાન્ડ કેમ્પેઇન ’ચુનિયે ભરોસા, અપનો Chuniye Bharosa, Apno Sa)નો હવે પછીનો તબક્કો શરૂ કર્યો છે. આ અંતર્ગત મોટર ઈન્શ્યોરન્સને ધ્યાનમાં રાખીને એક નવી ફિલ્મ જાહેર કરવામાં આવી છે. એક્ટર અને બ્રાન્ડએમ્બેસેડર પંકજ ત્રિપાઠીનો અભિનય ધરાવતા આ કેમ્પેઈન વિશ્વાસ સાથે ઈન્સ્યોરન્સ પાર્ટનર પસંદ કરવાની પ્રાથમિકતાને દર્શાવી જઇઈં જનરલે વિશ્વાસથી ભરેલા આ સંદેશને રજૂ કર્યો છે. મોટર ઈન્શ્યોરન્સ ફિલ્મ દૈનિક જીવનમાં એક અત્યંત મહત્વના પાસા સાથે ’ચુનિયે ભરોસા, અપનો સા’ના મુખ્ય વિચારોને આગળ વધારે છે. એક બિલકુલ સરળ સમજણ પર આધારિત આ ફિલ્મ દર્શાવે છે કે જે રીતે લોકો તેમની ગાડી જેવી કિંમતી ચીજવસ્તુ માટે વિશ્વાસપાત્ર વ્યક્તિની પસંદગી કરવામાં સાવચેતી ધરાવે છે બસ એવી જ રીતે યોગ્ય મોટર ઈન્શ્યોરન્સ પાર્ટનર પસંદ કરવા માટે પણ એટલી જ સમજણ તથા વિશ્વાસની જરૂર હોય છે. એક બિલકુલ સરળ પણ ખૂબ જ રસપ્રદ એવી કહાની મારફતે આ ફિલ્મ ગ્રાહકોને એક પ્રોડક્ટથી પણ આગળ જોવા તથા એક એવા પાર્ટનરની પસંદગી કરવા પ્રેરણા આપે છે કે જે જરૂરિયાતના સમયમાં તેમની સાથે ઉભા રહે.

રિલેટેડ ન્યૂઝ