અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ખાખબાઈ ગામ પાસે આવેલ ઘાતરવડી-2 ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા ડેમની સલામતી માટે તા. 31/07/2026 ના રોજ બપોરે 04:45 કલાકે ડેમનો 1 દરવાજો 0.15 ફૂટ ખોલવામાં આવ્યો છે.
ડેમનું હાલનું લેવલ 38.27 મીટર છે અને નદીમાં 583 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી પાણી છોડાતા નદીના પટમાં આવતા ખાખબાઈ, હિંડોરણા, છતડીયા, વડ, ભચાદર, ધારાનેશ, ઉચૈયા, રામપરા-2, કોવાયા તા. રાજુલા અને લોઠપુર તા. જાફરાબાદ ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સલામત સ્થળે ખસી જવા તંત્ર દ્વારા તાકીદની સૂચના આપવામાં આવી છે.
