બલૂચિસ્તાને પાકિસ્તાન સાથે છેડો ફાડ્યો

પીઓકેમાં અશાંતિ, પાકિસ્તાનમાં તખ્તા પલટ ચહલપહલ વચ્ચે

૧૧ ઓગસ્ટે બલૂચીઓન્ો સ્વતંત્રતા દિૃન ઉજવવા કહેવાયુ

ભારતના ભાગલા પડાવનાર પાકિસ્તાન આજે ખુદ તૂટી રહ્યું છે. પીઓકેમાં જોરદાર વિરોધ પ્રદર્શન વચ્ચે હવે બલુચિસ્તાને પોતાની સ્વતંત્રતા દિવસની તા.11 ઓગસ્ટને જાહેર કરી દીધી છે. આનું કારણ એ છે કે 1947માં જયારે ભારત આઝાદ થયુ હતું ત્યારે બલુચિસ્તાને પણ તે અગાઉ 11મી ઓગસ્ટે પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી, બલુચ નેતાએ આના માટે દુનિયાભરના દેશો પાસેથી સમર્થન માગી રહ્યા છે. રિપબ્લિક ઓફ બલુચિસ્તાન તરફથી લોકોને અપીલ કરાઈ છે કે તેઓ 11 ઓગસ્ટે બલુચ એકતા દેખાડે અને સ્વતંત્રતા દિવસ ઉજવે.
બલોચ લિબરેશન નેતા મીર યાર બલોચે કહ્યું છે કે 11 ઓગસ્ટે લોકો સ્વતંત્ર બલુચિસ્તાનનો ઝંડો તેમના ઘરમાં લહેરાવે. બલોચ નેતાએ કહ્યું છે કે પાકિસ્તાનની નીતિઓએ ન માત્ર આ ક્ષેત્રમાં બલકે બહાર પણ ખરાબ અસર કરી છે. પછી તે કાશ્મીર માટે ઝેર ઓકવાનું હોય, બલુચિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી હોય કે સોવિયેત- અફઘાન યુધ્ધમાં સામેલ થવું કે પરમાણું ટેસ્ટીંગ હોય. પાકિસ્તાની નીતિઓના કારણે માત્ર લોહી વહ્યું છે. ઉલ્લેખનીય છે કે રિપબ્લિક ઓફ બલુચિસ્તાન મુજબ પહેલીવાર 11 ઓગસ્ટ 1947ના જ બલુચિસ્તાનને સ્વતંત્ર જાહેર કરાયું હતું. આંતરરાષ્ટ્રીય મીડિયાએ પણ તેને મહત્વ આપ્યું હતું. તે સમયે હજુ ભારત-પાકિસ્તાનના ભાગલા નહોતા પડયા.


પાડોશી દૃેશ પાકિસ્તાનમાં તખ્તાપલટને લઈને ચહલપહલ મચી છે, કારણ કે, ત્યાં શહબાઝ શરીફ સરકારના તખ્તાપલટની અટકળો વધુ તેજ થઈ રહી છે. એવા પણ અહેવાલો છે કે, રાજધાની ઈસ્લામાબાદૃને કન્ટેનરોથી સીલ કરી દૃેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં દૃાવો કરવામાં આવી રહૃાો છે કે, આ તખ્તાપલટની કમાન સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરના હાથમાં છે, અને વડાપ્રધાન શહબાઝ શરીફની ખુરશી ડગમગી રહી છે, કારણ કે તેમના પોતાના જ ગૃહમંત્રી મોહસિન નકવીએ સરકાર સામે મોરચો ખોલી દૃીધો છે.
દૃાવો એ પણ કરવામાં આવી રહૃાો છે કે, રાવલિંપડીમાં આ તખ્તાપલટની બ્લૂપ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે.
પાકિસ્તાનના ઈતિહાસના સૌથી મોટા કૌભાંડનું પગેરું શોધવાનો દૃાવો કરતા નકવીએ કહૃાું કે, આમાં જજોથી લઈને રાજકારણીઓ સુધી, સરકારી તંત્રના અસંખ્ય મહત્વના ભાગો સામેલ છે. જોકે નકવીએ તે લોકોના નામ જાહેર નથી કર્યા.

રિલેટેડ ન્યૂઝ