સાઉદીમાં બે એરપોર્ટ પર હુથીના મિસાઇલ હુમલા:૩ લોકોના મોત

રિયાધ એરપોર્ટ બંધ, યાત્રીઓ લગેજ મૂકીને ભાગ્યા

સાઉદૃી અરેબિયાના બે એરપોર્ટ પર હૂથી વિદ્રોહીઓએ ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો છે. આ હુમલામાં ૩ લોકોના મોત થયા છે, અને ૩૬ લોકો ઘાયલ થયા છે. સાઉદૃી અરેબિયાની જનરલ ઓથોરિટી ઓફ સિવિલ એવિએશનએ બુધવારે આ માહિતી આપી હતી. આભા ઈન્ટરનેશનલ એરપોર્ટ અને રિયાધના િંકગ ખાલિદૃ ઈન્ટરનેશનલ એરપોર્ટને ૬ અને ૭ ઓક્ટોબરે નિશાન બનાવવામાં આવ્યા હતા. હૂથી વિદ્રોહીઓએ બંને હુમલાઓની જવાબદૃારી લીધી છે. બીજી તરફ, યમનમાં સાઉદૃીના નેતૃત્વ હેઠળના ગઠબંધને જણાવ્યું કે, તેમણે હૂથીઓના ૮૦ થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર જવાબી કાર્યવાહી કરી છે.
હુમલા બાદૃ સ્થિતિ વણસતાં રિયાધના િંકગ ખાલિદૃ ઍરપૉર્ટને તાત્કાલિક અસરથી બંધ કરી દૃેવામાં આવ્યું છે. લાઇટ ટ્રેિંકગ સર્વિસ ’હ્લઙ્મૈખ્તરંટ્ઠિઙ્ઘટ્ઠિ૨૪’ મુજબ ઍરપૉર્ટ પરથી તમામ લાઇટ્સની અવરજવર અટકાવી દૃેવામાં આવી છે. ૮૦ મિનિટથી વધુ સમયથી કોઈ વિમાન લેન્ડ થયું નથી અને ૯૦ મિનિટથી કોઈ લાઇટે ટેક-ઑફ કર્યું નથી.પશ્ર્ચિમ એશિયામાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ સાઉદૃી અરેબિયા માટે મોટો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા, ઇન્ડિગો અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ૧૦ ઑક્ટોબર સુધી રિયાધ આવવા-જવાવાળી તમામ લાઇટ્સ રદૃ કરી ીધી છે.

રિલેટેડ ન્યૂઝ