કંપનીએ લાંબા ગાળાની વૃદ્ધિની વ્યૂહરચના, પ્રોજેક્ટના અમલમાં કુશળતા અને વ્યવસાયિક દ્રષ્ટિકોણની રૂપરેખા આપી
ભારતની વિકસીત એન્જિનીયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ ક્ધસ્ટ્રક્શન (ઊઙઈ) કંપનીઓ પૈકીની એક વિક્રાન એન્જિનીયરિંગ લિમિટેડ ભારતના માળખાગત અને અક્ષય ઊર્જાનાં ક્ષેત્રોમાં પોતાની સ્થિતિ મજબૂત કરી રહી છે, જેને કંપનીની મજબૂત ઑર્ડર બુક, વિવિધ પ્રકારના પ્રોજેક્ટના પોર્ટફોલિયો અને કામ પૂર્ણ કરવાના મજબૂત ટ્રેક રેકોર્ડની પીઠબળ છે. મીડિયા સાથે સંવાદમાં કંપનીએ પોતાની લાંબા ગાળાની વ્યૂહરચના વહેંચી હતી, જેમાં એન્જિનીયરિંગ કુશળતા, શિસ્તબદ્ધ અમલીકરણ અને સતત મૂલ્ય સર્જન પ્રત્યે પોતાની કટિબદ્ધતા દર્શાવી હતી.
આ સંવાદ પછી કંપનીએ તાજેતરમાં 969 ખઠ અઈ સૌર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે રૂા.3,517.98 કરોડનો સીમાચિહ્નરૂપ એન્જિનીયરિંગ, પ્રોક્યોરમેન્ટ એન્ડ ક્ધસ્ટ્રક્શન (ઊઙઈ) કોન્ટ્રાક્ટ હાંસલ કર્યો એની જાહેરાત કરી હતી. આ કોન્ટ્રાક્ટથી કંપનીની મોટા પાયે અક્ષય ઊર્જાની માળખાગત સુવિધા ઊભી કરવાની તેની ક્ષમતા વધારે મજબૂત થઈ છે. આ મહત્વપૂર્ણ સીમાચિહ્નની સાથે વિક્રાન એન્જિનીયરિંગે ગઘઙક થસોલર પ્રોજેક્ટ્સમાં 100 ટકા ઇક્વિટી હિસ્સાની ખરીદી પણ પૂર્ણ કરી છે, જેથી તેની કામગીરી પૂર્ણ કરવાની ક્ષમતા વધારે મજબૂત થઈ છે અને લાંબા ગાળાના પ્રોજેક્ટની વિઝિબિલિટી વધી છે.
વ્યવસાયમાં આ મજબૂત વેગને પ્રતિબિંબિત કરે છે – વિક્રાન એન્જિનીયરિંગની રૂા.6,400 કરોડથી વધારાની ઑર્ડર બુક. એનાથી કંપનીની આવકમાં વધારાનું અનુમાન મળે છે અને કંપનીની સતત, શિસ્તબદ્ધ વૃદ્ધિની ફરી પુષ્ટિ થાય છે.
વિક્રાન એન્જિનીયરિંગ વિવિધતાસભર ઊઙઈ પોર્ટફોલિયો ધરાવે છે, જેમાં વીજ ટ્રાન્સમિશન અને વિતરણ, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ (ઊઇંટ) સબસ્ટેશનો, પાણીનું માળખું, રેલવેનું વીજળીકરણ અને અક્ષય ઊર્જાની કામગીરી સામેલ છે. કંપની સમગ્ર ભારતમાં સરકારી અને ખાનગી ક્ષેત્રના ક્લાયન્ટ માટે સંપૂર્ણ એન્જિનીયરિંગ સમાધાનો આપે છે. તેની એન્જિનીયરિંગ અને ડિઝાઇનથી લઈને ખરીદી, નિર્માણ, પરીક્ષણ અને પ્રોજેક્ટ શરૂ કરવા સુધીની સંપૂર્ણ ક્ષમતાઓ ગુણવત્તા, સલામતી અને કાર્યકારી કાર્યદક્ષતાના સર્વોચ્ચ માપદંડો જાળવીને કંપનીને સતત જટિલ માળખાગત પ્રોજેક્ટ પૂર્ણ કરવા સક્ષમ બનાવે છે.
