ભારતના સ્વદેશી ઇ-કોમર્સ માર્કેટપ્લેસ ફ્લિપકાર્ટે આજે જાહેરાત કરી હતી કે તેની ફૂડ અને ન્યુટ્રિશન કેટેગરીમાં વાર્ષિક ધોરણે 50 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. આ વૃદ્ધિમાં જેનઝીના ગ્રાહકો તેમજ ધુલિયા, ઇમ્ફાલ, ધારવાડ, ઉજ્જૈન, હુબલી, મીરગંજ અને લાહરપુર સહિતના ટિયર-2 અને તેનાથી આગળના શહેરોના ગ્રાહકોનો સૌથી મોટો ફાળો રહ્યો છે. ક્વિક કોમર્સ પણ આ વૃદ્ધિમાં મહત્વપૂર્ણ સાબિત થયું છે, જેમાં ફ્લિપકાર્ટ મિનિટ્સનો કુલ માંગમાં 25 ટકા ફાળો રહ્યો છે. યુવા ગ્રાહકો હવે વિવિધ રેસીપી, ક્ધટેન્ટ ક્રિએટર્સની ભલામણો અને વેલનેસ ટ્રેન્ડ્સથી પ્રેરાઈને નવી ફૂડ પ્રોડક્ટ્સ શોધી રહ્યા છે. બીજી તરફ, મહાનગરો બહારના ગ્રાહકો પણ વધુ રસોઈ માટેની જરૂરી સ્વાસ્થ્યપ્રદવસ્તુઓ અને આધુનિક ન્યૂટ્રિશન પ્રોડક્ટ્સને ઝડપથી અપનાવી રહ્યા છે. ફ્લિપકાર્ટ ફૂડ ફેસ્ટ 2026ની ત્રીજી એડિશનમાં પણ આ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં 50થી વધુ અગ્રણી બ્રાન્ડ્સ તેમજ 1,000થી વધુ ક્ધટેન્ટ ક્રિએટર્સ અને ફરાહ ખાન, શેફ કુણાલ કપૂર અને શેફ રણવીર બ્રાર સહિતના સેલિબ્રિટી શેફઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય ગ્રાહકોની બદલાતી ખાદ્ય પસંદગી: સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી જીવનશૈલી તરફનો બદલાવ
જેનઝી ગ્રાહકોમાં વાર્ષિક ધોરણે 60 ટકા વૃદ્ધિ નોંધાઈ છે. પ્રોટીન ઓટ્સ, હાઈ પ્રોટીન પીનટ બટર, ગૌરમે ચોકલેટ્સ અને પ્રોટીન મુસળી જેવી પ્રોડક્ટ્સની સૌથી વધુ માંગ જોવા મળી રહી છે. કપ્પા નૂડલ્સ અને ચિપ્સ જેવા કોરિયન-ફ્લેવર્ડ સ્નેક્સ ઝડપથી લોકપ્રિય બની રહેલી કેટેગરી તરીકે
ઉભરી આવ્યા છે. ખાસ કરીને બેંગાલુરુ અને નવી દિલ્હી જેવા શહેરી વિસ્તારોમાં તેની માંગ વધુ જોવા મળી રહી છે. પુરુષ ગ્રાહકોમાં નટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ, ચોકલેટ્સ તેમજ જામ અને સ્પ્રેડ્સની માંગ વધી રહી છે, જ્યારે મહિલા ગ્રાહકો વધુ પ્રમાણમાં વેલ્યુ-એડેડ ટી, કોફી અને ખાઈ શકાય તેવા સીડ્સ (બીજ) પોતાની ખરીદીમાં સામેલ કરી રહી છે. તેના કારણે ફંક્શનલ ન્યૂટ્રિશન, પ્રીમિયમ સ્નેકિંગ અને રોજિંદા સ્વાસ્થ્યને સુધારતી પ્રોડક્ટ્સની માંગમાં વધારો થઈ રહ્યો છે.
