વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન નોંધાયેલા ગુનાઓ સંબંધિત અરજીઓની સુનાવણી દૃરમિયાન સુપ્રીમ કોર્ટે પોતાના અગાઉના આદૃેશમાં મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સર્વોચ્ચ અદૃાલતે જણાવ્યું છે કે ગંભીર અને જઘન્ય ગુનાઓના આરોપીઓને કોઈ રાહત આપવામાં આવશે નહીં, જ્યારે અન્ય કેસોમાં રાજ્ય સરકારો કાયદૃા મુજબ કાર્યવાહી ચાલુ રાખવા કે પાછી ખેંચવાનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર રહેશે.
કોર્ટે સ્પષ્ટ કર્યું કે અગાઉના આદૃેશમાં ઉપયોગમાં લેવાયેલો “ગુનાહિત પૃષ્ઠભૂમિ” શબ્દૃપ્રયોગ માત્ર હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના આરોપીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. સામાન્ય આરોપો અથવા વિરોધ પ્રદૃર્શન સાથે સંબંધિત હળવા ગુનાઓના કેસોમાં દૃરેક મામલાની પરિસ્થિતિને આધારે નિર્ણય લેવામાં આવી શકે છે.
સુનાવણી દૃરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર સોલિસિટર જનરલે જણાવ્યું કે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવશે નહીં.
તેમણે કોર્ટને જણાવ્યું કે આવા આરોપીઓની અલગ યાદૃી તૈયાર કરવામાં આવી છે અને સરકાર અગાઉ આપેલા વચન મુજબ કાર્યવાહી કરી રહી છે. સુનાવણી દૃરમિયાન અરજદૃારો તરફથી વિરોધ પ્રદૃર્શન દૃરમિયાન પોલીસ કાર્યવાહી, બળપ્રયોગ, દૃેખરેખની પદ્ધતિ અને અન્ય મુદ્દાઓ અંગે પણ અનેક પ્રશ્ર્નો ઉઠાવવામાં આવ્યા હતા.
કેટલાક વકીલોએ પોલીસની કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસની માંગ કરી હતી તેમજ સંબંધિત અધિકારીઓ પાસેથી સોગંદૃનામા માંગવાની પણ રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને સંબંધિત રાજ્ય સરકારોને જરૂરી સોગંદૃનામા રજૂ કરવાનો નિર્દૃેશ આપ્યો છે. સાથે જ કેટલાક મુદ્દાઓ, જેમાં પોલીસ કાર્યવાહી અને અન્ય વહીવટી નિર્ણયોનો પણ સમાવેશ થાય છે, તેના અંગે વિગતવાર જવાબ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ મામલાની આગામી સુનાવણી ૧૯ ઓગસ્ટના રોજ હાથ ધરવામાં આવશે. તે સમયે કોર્ટ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લેવામાં આવેલા પગલાં, કેસો અંગેની સ્થિતિ તેમજ રજૂ કરાયેલા સોગંદૃનામાની સમીક્ષા કરશે.
